જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા દેડિયાપાડા ખાતે દિવ્યાંગ જનો માટે યોજાઇ ખાસ મતદારજાગૃત્તિ શિબિર

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા દેડિયાપાડા ખાતે દિવ્યાંગ જનો માટે યોજાઇ ખાસ મતદાર
જાગૃત્તિ શિબિર :

અંદાજે ૧૦૦ થી વધુએ લીધો લાભ

રાજપીપલા,તા27

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તાજેતરમાં દેડીયાપાડા સરકારી દવાખાના ખાતે પ્રાંત અધિકારી એ.આર.ઉકાણી અને મામલતદાર ડી.એમ.સાંખટ વગેરેની ખાસ ઉપસ્થિતિમાં દિવ્યાંગો માટે વિશિષ્ટ મતદાર જાગૃત્તિ શિબિર યોજાઇ હતી. જેમાં દિવ્યાંગ મતદારોને મતદાર જાગૃતિ વિશે અને PWD મોબાઈલ એપ વિષે ચૂંટણીતંત્રના અધિકારીઓ દ્વારા વિસ્તૃત માહિતી પુરી પાડી જરૂરી સમજ અપાઇ હતી. આ શિબિરમા દેડીયાપાડા તાલુકા વિસ્તારના ગામડાઓમાંથી અંદાજે ૧૦૦ થી પણ વધુ દિવ્યાંગ અને યુવા મતદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્થળ પર ઉપસ્થિત ચૂંટણીતંત્રની ટીમ દ્વારા અંદાજે ૧૪ જેટલા યુવાનોને તેમના મોબાઇલમાં PWD એપ્લીકેશન ડાઉનલોડ કરાવી તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે જરૂરી માર્ગદર્શન પણ પુરું પડાયું હતું.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati