ઈંગ્લીશ દારૂની 50 નંગ બોટલ સાથે એક ઇસમને ઝડપી પાડતી જામનગર સિટી એ ડિવિઝન પોલીસ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ઈંગ્લીશ દારૂની 50 નંગ બોટલ સાથે એક ઇસમને ઝડપી પાડતી જામનગર સિટી ડિવિઝન પોલીસ.

જામનગર: સિટી એ પીઆઇ એમ.જે.જલુના માર્ગદર્શન અને સુચના મુજબ મળેલ બાતમીના આધારે જામનગર દરબારગઢ પોલીસ ચોકી સિટી એ ડિવિઝન ટીમ દ્વારા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ- 50 તથા એક્સેસ મોટર સાયકલ અને મોબાઈલ સાથે એક ઈસમને પકડી પાડેલ છે. શહેર એ ડિવિઝન દ્વારા કુલ 75 હજારનો મુદ્દમાલ જપ્ત કરી ઈંગ્લીશ દારૂનો કવોલીટી કેસ શોધી કાર્યવાહી કરી સફળતા મેળવી છે અને શાહનવાઝ દિલાવરભાઈ દરજાદા (મકરાણી) ઉમર 26 રહેઠાણ ખોજાનાકા બહાર, મકરાણી કબ્રસ્તાન પાસે જામનગરની ધરપકડ જ્યારે અન્ય એક આરોપી મહિપાલસિંહ માધવસિંહ પરમારને રહેઠાણ રામેશ્વર નગર, જામનગરના ને ફરાર જાહેર કરી પ્રોહીબિશન હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધારી છે.

TejGujarati