સાધુતા પ્રવેશ કરે પછી વધારે ગ્રંથોનું અવલોકન ન કરવું. અધર્મનું પોષણ ન કરવું અને ધર્મનું શોષણ ન કરવું.

ધાર્મિક

 

હમણા એક રાત્રે એવું થયું-બાપુની સજળ વાણીમાં વહી ભાવાનુભૂતિ.

સફેદ વસ્ત્રોમાં પણ કોઈ સન્યાસી હોય છે.

 

પરમ પાવન બદ્રીનાથ તીર્થભૂમિથી પ્રવાહિત રામકથાના આઠમા દિવસે પ્રારંભે બાપુએ વડોદરાના હરીશભાઇ દ્વારા ગુફા શબ્દ રામચરિતમાનસમાં ક્યાં ક્યાં દેખાય છે એની પંકતિઓ વિશે જણાવ્યું.બાપુએ કહ્યું કે બાલકાંડમાં કંદરા શબ્દ હિમગિરિ,ગુહા એ જ રીતે પ્રતાપભાનુનાં પ્રસંગમાં ખોહ શબ્દ મળે છે.અયોધ્યાકાંડમાં ગીરીકંદરા,ગુહા વગેરે શબ્દ મળે છે.માણસ પાસે જે કંઈ હોય તેનાથી એ સેવા કરે છે.રામ વનવાસ વખતે વનવાસીઓ પાસે રહેલી વિવિધ પ્રકારની કળાઓ દ્વારા રામને સેવા સમર્પિત થાય છે.અરણ્યકાંડમાં ગિરી શબ્દ એ જ રીતે કિષ્કિંધાકાંડમાં ગિરિવર અને ગુહા શબ્દ અને પ્રવર્ષણ પર્વત પર બીબર શબ્દ તથા લંકાકાંડમાં ખોહ શબ્દ-આવા અનેક સમાનાર્થી શબ્દ ગુફા માટે મળે છે.તોપણ આ શાસ્ત્ર છે,ઘણું જ ગહન હોય છે બાપુએ કહ્યું કે રાજા યુવતી અને શાસ્ત્ર કોઈના વશમાં નથી હોતા.ગત દિવસોમાં વ્યાસવિચાર, વ્યાસવિશ્વાસ,વ્યાસવિરાગ,વિલાસ અને વેદના વિશે આપણે સંવાદ કર્યો.આજે વ્યાસ વિલાપ વિશે થોડી ચર્ચાઓ કરીશું.મહાભારત અને ભાગવતની કૃષ્ણલીલામાં વ્યાસવિલાપ દેખાય છે. ભાગવત વિદ્યાપીઠ સોલા દ્વારા અને વિવિધ શાસ્ત્રકારો દ્વારા ઘણી જ ટીકાઓ અને અવલોકન થયું છે પણ મેં વધારે અવલોકન નથી કર્યું.બાપુએ કહ્યું કે સાધુતા પ્રવેશ કરે પછી વધારે ગ્રંથોનું અવલોકન ન કરવું.ભલે સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરાય તો પણ કોઈ વિદ્યાથી પ્રભાવિત ન થવું.વશીકરણ, આકર્ષણ,મારણ વગેરે વિદ્યાથી પ્રભાવિત ન થવું. બાપુએ કહ્યું કે ધર્મનું ક્યારેય શોષણ ન કરવું.વેદને વેંચે અને ધર્મનું દોહન કરે એ ભયંકર પાપી છે. અધર્મનું પોષણ ન કરવું અને ધર્મનું શોષણ ન કરવું. અધાર્મિક ગ્રંથોથી પ્રભાવિત ન થવું. સ્વધર્મેનિધનમ શ્રેયં- ગીતાજી કહે છે કે પોતાના ધર્મમાં મૃત્યુ પણ બહેતર છે.કોઈ ગ્રંથોનું વધારે અવલોકન ન કરવું.પર ધર્મ અને વિધર્મના શરણે ન જવું.આ પ્રમાદ નહીં પણ હરિનામથી સમય મળે તો આ બધું કરી શકાય ને!

બાપુએ આજે પોતાનો એક વ્યક્તિગત અને ગૂઢ પ્રસંગ કહ્યો.એ પ્રસંગે કહેતા પહેલા બાપુ ભાવાવેશમાં આવી અને રડી પડ્યા.થોડા સમય પહેલા જે થયું બાપુએ કહ્યું કે એનો ખોટો અર્થ પણ ઘણા કરશે પણ ગઈ કાલે કહેતો હતો- ‘હુ એમ આઈ?’-નહિ પણ ‘હુ આર યુ?’-એટલે કે ખોટા ચરણનો આશ્રય ન થઈ જાય તે માટે જેમ હનુમાનજી પૂછે છે:કો તુમ શ્યામલ ગૌર શરીરા-એમ સીધું જ પૂછે છે કે તમે કોણ છો?ઓશોનું એક નિવેદન છે કે સદગુરુ જવાબ નથી દેતો જાગૃત કરે છે. કારણ કે ખોટા ચરણમાં શરણાગતિ ન થઈ જાય એ માટે પૂછવું અને પારખવું જરૂરી છે.ગુજરાતીમાં લખ્યું છે:એના ઘડનાને પરખો કોણે બનાવ્યો આ અમર ચરખો.

બાપુએ કહ્યું કે:તો થોડા દિવસ પહેલા એવું થયું રાત્રિના જાગવાનો હું આદતી છું.મોડી રાત્રે બેઠેલો, (અને બાપુ ભાવુક બને છે કહે છે કે મને હળવો કરવા માટે કંઈક વગાડો સ્મૃતિ ભીડ અને આંસુઓનો વરસાદ થાય છે,બધાને ફરી બાપુ વીનવે છે કે આજે આશિર્વાદ આપો કે હું આ ગુપ્ત વાત બોલી શકું! એ પછી સજળ નેત્રે,ડૂમો ભરાયેલા સ્વરે જણાવે છે) એ રાતે બે ની બહુ જ યાદ આવી:એક દાદાજી અને બીજા સાવિત્રી મા.અતિ મુશ્કેલીથી સંભાળી શક્યો, અને એ જ ચેતનાઓએ મને સ્વસ્થ કર્યો,અને કલમ કાગળ લીધા,નોંધ કરી.કોઈ આને વ્યક્તિગત સમજે તો પણ સમજવા દો!ત્યાં દાદા એ જે વસ્તુ બતાવેલી એ લખી કોઈ.સાધુએ વધારે ગ્રંથોનું અવલોકન ન કરવું જોઈએ.આ દાદાજીમાં જોયું.અમારી અલમારીમાં ઘણા જ ગ્રંથો હતા પણ દાદાએ કહ્યું કે ભટકી જઈશ,કોઈ ગ્રંથ ગ્રંથિ છોડવાને બદલે મજબૂત કરી દેશે.એ બધી નોંધ આજ રાત્રે ત્રણ વાગે હું જોઈ રહ્યો હતો.(બાપુએ કહ્યું)મારી આંખો પર ભરોસો કરજો,કદાચ મારા પર ન કરો. દાદાએ કહેલું વધુ વ્યાખ્યાન ન કરતો,કથા કરજે.કારણ કે વ્યાખ્યાનથી ઈશ્વર નથી મળતો.કથાથી પરમાત્મા મળે છે.સફેદ વસ્ત્રોમાં પણ કોઈ સન્યાસી હોય છે.જે દ્વેષ નથી કરતા અને કોઈથી આકાંક્ષા નથી રાખતા તે નિત્ય સંન્યાસી છે એવું ગીતાજી કહે છે. દાદાએ કહ્યું કે ક્યારેય કોઇ શિષ્ય ન બનાવતો. મોટા મોટા આયોજનો ન કરતો,અને જ્યાં પણ રહે એકાંતમાં રહેજે અને પ્રભુમાં રમમાણ રહેજે.સાથે એ પણ જણાવ્યું કે કોઈ વસ્તુ,વિચાર,વ્યક્તિ કે સમયને આધીન ન રહેતો. દાદાજી એક ખૂણામાં વસતા.દ્વારકા અને સોમનાથ જઇ શકતા હતા,પણ ન ગયા એ જ ખૂણામાંથી વિદાય લીધી.તેઓએ જણાવેલું કે ભીડમાં ન રહેતો. સમયને આધીન કે આશ્રિત ના રહેતો.ઈસપની બોધ કથામાં જણાવ્યું છે એથેન્ક્સમાં જેમ એરિસ્ટોટલ પ્લેટો વગેરેનાં વિઝડમથી બધા પ્રભાવિત હતા એમ ઇશપ કહે છે કે એક પ્રવાહ આવે છે અને બધા જ સમયપત્રક અને દિનચર્યાઓ ગાયબ થઈ જાય છે.

બાપુએ આજે જણાવ્યું કે આ ૮૯૭મી કથા છે.પરંતુ વીરપુરમાં થયેલી એક કથાનો ઉલ્લેખ વચ્ચે રહી ગયો હશે એથી એને ઉમેરતા હવે આ કથા૮૯૮મી બને છે અને અમેરિકા આવતા અઠવાડિયે એક કથા થવા જઈ રહી છે એ ૮૯૯મી કથા હશે અને બધા જ પૂછે છે ૯૦૦મી કથા ક્યાં?ક્યારે? પણ હમણાં નહીં,પણ ત્રિપુરામાં જે કથા થવાની છે એ ૯૦૧મી કથા હશે ૯૦૦મી કથા વિશે સમય આવ્યે જાણ કરવામાં આવશે.ઇશપ કહે છે કે નિર્ભાર થઈને નાચો અને ભારના પોટલાઓને દરિયામાં ફેંકી દો!દાદા કહેતા કે જીવનમાં કોઈ વ્યક્તિના આશ્રયમાંથી રાગ આવે છે તે ભજનમાં વિઘ્ન કરે છે એ પણ કહ્યું કે ક્યારેય કોઈના પક્ષમાં ન રહેતો અને એથી જ દરેકથી પ્રમાણિક અંતર મારામાં આવ્યું. દાદાએ કહ્યું કે અસત અને અનાત્મશાસ્ત્રની પ્રીતિ ન કરતો, એનાથી નફરત પણ નહીં કરી તેને ઓવરટેક કરજે. આમ તો આ મારા એકલાની સંપદા છે પરંતુ આપ બધા જ મારા કરતા પણ દાદા પર વિશેષ પ્રેમ કરો છો એટલે આપને પ્રસાદના રૂપમાં વહેંચી રહ્યો છું. અને એથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે આજ સવાર-સવારમાં ભાગવતના સાતમા સ્કંધમાં દર્શન કર્યું અને આ બધી જ વાતો એમાં જોઈ!દાદાએ કહ્યું કે મોટું આયોજન ન કરતા અને કર્યું હોય તો સમયસર એને સમેટી લે જે.આથી અમે અનેક પર્વ સમયસર સમેટી લીધેલા છે.જે પણ જોયું દાદાની અંદર એ આજે મને મળ્યું.

બાપુએ કહ્યું મારા માટે દાદા વેદવ્યાસ નથી,વાલ્મિકી નથી તુલસી પણ નથી.તુમ ત્રિભુવન ગુરુ બેદ બખાના-વ્યક્તિગત નિષ્ઠામાં મારા ત્રિભુવન ગુરુ છે અને ત્રિભુવન ગુરુ કોણ છે એ આપ બધા જ જાણો છો.

આજ ભાગવતમાં ભાષ્યકાર શ્રીધર આદિ ભાષ્યકારોની પરોક્ષ-અપરોક્ષ અર્થઘટનોની સ્મૃતિ લાવી અને વ્યાસનો વિલાપ આપની સમક્ષ કહી રહ્યો છું.વ્યાસવિલાપ બે શબ્દો વચ્ચે દેખાય છે: જન્મ અને મૃત્યુ.આદિ અને અંત વચ્ચે પડાવ છે ત્યાં વ્યાસે વિલાપ કર્યો છે.પ્રથમ શુકદેવજીના જન્મ પર વ્યાસવિલાપ છે.એ પહેલું રૂદન હતું,એ કાતર ભાવમાં પુત્ર,પુત્ર,પુત્ર કહે છે. શુકદેવજી જવાબ નથી દેતા પણ વૃક્ષોની શાખા,ડાળીઓ અને પાંદડાઓ જવાબ દઇ રહ્યા છે.એ પછી મહાભારતમાં બીજી વખત વ્યાસની આંખો ભીંજાણી છે જ્યારે લાક્ષાગૃહની ઘટના વિષે વ્યાસ લખવાનો પ્રારંભ કરે છે.ત્રીજી વખત દ્રૌપદી ચીરહરણની ઘટના પર વ્યાસ રોયા છે ચોથી ઘટના મહાભારતનું યુદ્ધ સમાપ્ત થાય છે અને એ પછી મહાસંહાર બાદ વિધવાઓ,માતાઓ માત્ર દેખાય છે.આંગળીના વેઢે ગણાય એટલા જ પુરુષો બચ્યા છે. પણ એ રક્તમાં ખૂંચેલા પગથી જાણે પત્રકાર વ્યાસ લખી રહ્યા છે એ વ્યાસ રુદન છે.છઠ્ઠું આજ ભૂમિ ઉપરથી પાંડવોનું સ્વર્ગારોહણ પ્રસંગ જાણે કે પંચમહાભૂત ધીરે ધીરે વિદાય થઇ રહ્યા છે અને સાતમું અને અંતિમ રુદન પ્રભાસક્ષેત્રમાં કૃષ્ણનું ગમન,કૃષ્ણનિર્વાણની કથા વખતે વ્યાસ રોયા છે.રામચરિતમાનસમાં તુલસીદાસજી પણ રડ્યા છે.પાર્વતી વિદાય અને જાનકી કન્યાવિદાયમાં હિમાલય અને જનક રોવે છે એ જ રીતે રામવનવાસ વખતે રુદન,રામવિરહમાં દશરથની વિદાય અને સુમન અને ગુહનો વિદાય પ્રસંગ,એ પછી પાદુકા લઇને વનમાંથી ભરતની વિદાય,વિશ્વામિત્ર અયોધ્યામાંથી વિદાય થાય છે, અંગદનો વિદાય પ્રસંગ આવા પ્રસંગે તુલસીજીનો વિલાપ દેખાય છે.

આવતીકાલે આ કથાનો પૂર્ણાહુતિ દિવસ છે અને વહેલી સવારે આઠ વાગે કથા શરૂ થશે ત્યારે વ્યાસ વિશેષ અથવા વ્યાસ વિશ્રામની ઉપસંહારક વાતો કરી અને કથાને વિરામ આપવામાં આવશે.

એ પછી કથા પ્રવાહમાં સંક્ષિપ્તમાં બાકીના છ કાંડની કથા કરી અને રાવણ નિર્વાણનો પ્રસંગ વર્ણવી કથાને વિરામ આપ્યો આવતીકાલે રામકથાનો પૂર્ણાહુતિ દિવસ છે.

 

TejGujarati