મુસ્લિમ બિરાદરોએ મહંતશ્રીને આપ્યો કૌમી એકતારૂપ ચાંદીનો રથ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ
સંજીવ રાજપૂત સાથે હનીફ શેખ

મુસ્લિમ બિરાદરોએ મહંતશ્રીને આપ્યો કૌમી એકતારૂપ ચાંદીનો રથ.

દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિ અને સદભાવના વચ્ચે 145મી રથયાત્રા પૂર્ણ થાય તે માટે ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. આ સાથે મુસ્લિમ સમાજના લોકોએ હિંદુ સમાજના લોકો સાથે રથયાત્રાના પર્વમાં ખભે ખભો મીલાવીને સહયોગ આપવાની બાહેંધરી આપી હતી. આ અવસરે જમાલપુર મુસ્લિમ સમાજના લોકોએ જગન્નાથ મંદિરની મુલાકાત લઈ ભગવાન જગન્નાથજી માટે પ્રતીકાત્મક ચાંદીનો રથ અર્પણ કર્યો હતો. ભગવાન જગન્નાજીની રથયાત્રા દરમ્યાન કોમી એખલાસ જળવાઈ રહે તે માટે મુસ્લિમ બિરાદરો દ્વારા જગન્નાથજી મંદિરને ચાંદીના રથની ભેટ અપાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ જગન્નાથજી મંદિર પહોંચીને મહંત દિલીપદાસજી મહારાજને ચાંદીનો રથ આપીને કોમી એકતાનો મેસેજ આપ્યો હતો.

છેલ્લાં 2 વર્ષથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરમાં ન હોતી નીકળી. ત્યારે હવે ફરીવાર અમદાવાદમાં બે વર્ષ બાદ 145મી રથયાત્રા નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. પોલીસ વિભાગ દ્વારા પણ રથયાત્રાના સુરક્ષા બંદોબસ્તને આખરી ઓપ આપી દેવાયો છે. એવામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં એકવાર ફરી હિન્દુ-મુસ્લિમની એકતા જોવા મળી છે. રથયાત્રા કૌમી એકતા સાથે પૂર્ણ થાય તે માટે સર્વે લોકો ઈચ્છી રહ્યા છે

TejGujarati