અમદાવાદ પોલીસ અધિકારીઓ દ્વારા હેલીકોપટર દ્વારા નિરીક્ષણ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ
સંજીવ રાજપૂત

અમદાવાદ પોલીસ અધિકારીઓ દ્વારા હેલીકોપટર દ્વારા નિરીક્ષણ

145મી રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે શહેર પોલીસ રથયાત્રા શાંતિ પૂર્ણ રીતે પુરી થાય તે માટે કોઈ કસર બાકી નથી રાખવા માંગતી. આજે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રથયાત્રાના રૂટ પર હેલીકોપટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, જેસીપી ક્રાઇમ, જેસીપી ટ્રાફિક અને સેક્ટર 1 અને 2 ના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. રિવરફ્રન્ટ ખાતેથી જગન્નાથ મંદિર, મ્યુનિસિપલ કોઠા,, કાલુપુર રેલવે સહિત તમામ રૂટના વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કરવામાં અવ્યુ હતું. આ વખતે પ્રથમ વાર હેલીકોપટરનો ઉપયોગ રથયાત્રામાં થવાનો છે જેના દ્વારા આખી પરિસ્થિતિ ઉપર બાજ નજર રખાશે.

TejGujarati