જાપાન ની કંપની HiKOKI ઇન્ડિયા દ્વારા HIT-MIN બ્રાન્ડ ટૂલ્સની નવી વિસ્તૃત શ્રેણી લોન્ચ

બિઝનેસ

HiKOKI ઇન્ડિયાએ 25મી જૂન 2022ના રોજ અમદાવાદમાં તેના સેકન્ડરી ચેનલ પાર્ટનર્સ માટે એક મીટનું આયોજન કર્યું હતું. ત્યાં HiKOKI પાવર ટૂલ્સ અને એસેસરીઝની રેન્જ ડિસ્પ્લેમાં હતી, તેની સાથે HIT-MIN બ્રાન્ડ ટૂલ્સની નવી વિસ્તૃત શ્રેણી પણ આ પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવી હતી. HiKOKI ની HIT-MIN બ્રાન્ડ OPP સેગમેન્ટને લક્ષ્ય બનાવે છે અને તેના વપરાશકર્તાઓમાં લોકપ્રિય નામ ધરાવે છે. ત્યાં હાજર તમામ લોકોએ વિસ્તૃત શ્રેણીની પ્રશંસા કરી હતી.
શ્રી દિગ્વિજોય ત્રિપાઠી (બિઝનેસ હેડ – ગુજરાત) સાથે શ્રી ગૌતમ મઝુમદાર (ડિરેક્ટર સેલ્સ) પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ શ્રોતાઓને જણાવ્યું કે નજીકના ભવિષ્યમાં HIT-MIN બ્રાંડ ઘણું રોકાણ અને ઉત્પાદન વિસ્તરણ કરશે અને તેની હાલની શ્રેણીમાં ઘણા વધુ નવા ઉત્પાદનો ઉમેરાશે.
HiKOKI આપના અતિશય ઉત્સાહી પ્રતિસાદ અને સહભાગિતા માટે આભારી છે. શ્રી મઝુમદારે એમ પણ કહ્યું કે HiKOKI એ આગામી બે વર્ષમાં તેમના ટર્નઓવરને બમણું કરવાની કલ્પના કરી છે અને તમામ B & C સ્તરના શહેરોમાં તેનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમની પાસે નક્કર યોજનાઓ છે. HiKOKI ભારતીય ઉદ્યોગો અને કામના વાતાવરણ માટે બનાવેલ તેમના ઉત્પાદનોના વિસ્તરણ તરફ આગળ વધી રહી છે.

TejGujarati