ભારતની આઝાદીની લડતનો ઈતિહાસ એક મહાકાવ્ય સમાન છે.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ધર્મ જાગૃતી કેન્દ્ર ધ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ ઉપક્રમે ગૌરવયાત્રાનું આયોજન કર્યું હતુ. આ કાર્યક્રમમાં અમદાવાદની અનેક શૈક્ષણીક સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ યાત્રામાં એચ.એ. કોલેજના એન.એસ.એસ તથા એન.સી.સીના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. ગૂજરાત વિદ્યાપીઠથી આ ગૌરવયાત્રાની શરૂઆત કરી કોચરબ આશ્રમ તેનું સમાપન થયુ હતુ. આ પ્રસંગે એચ. એ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે ભારતીની આઝાદીની લડતનો ઈતિહાસ એક મહાકાવ્ય સમાન છે. આ ચળવળમાં કેટલાય નામી અનામી લોકોએ આઝાદી મેળવવા શહીદી વ્હોરી છે. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આ ચળવળ સત્ય અને અહિંસાના સિધ્ધાંત ઉપર ચાલી હતી જે વિશ્વમાં અચંબો પમાડે તેવી ઘટના હતી. લોકશાહી, સમાજવાદ તથા બિનસાંપ્રદાયિકને વરેલો આ દેશ વિશ્વગુરૂ બની શકે તેવી તાકાત ધરાવે છે. આઝાદ ભારતના યુવાનોએ દેશ પ્રત્યેની વફાદારી તથા પ્રામાણીકતાથી પોતાના યોગદાનથી દેશની પ્રગતીમાં ફાળો આપવો જોઈએ જે ભારતને આઝાદ કરાવવામાં જે લોકો શહીદ થયા છે તેઓ પ્રત્યેની સાચી શ્રધ્ધાંજલી હશે. આ કાર્યક્રમમાં ધર્મ જાગૃતી કેન્દ્રના પ્રમુખ પ્રમોદભાઈ શાહ, અજય દોષી, જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી કુમાળપાળ દેસાઈ, એસ.વી કોલેજના પ્રિ.જગદીશ ચૌધરીએ પ્રાસંગોચિત વક્તવ્યો આપ્યા હતા.

TejGujarati