એક સ્ત્રીની સાચી અભિવ્યક્તિ ….. “સપનાનું સરવૈયું ” – બીના પટેલ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

એક એવું નાટક જેમાં ભારોભાર સંવેદના ભરી છે .સ્ત્રીના સપના માત્ર સપના જ રહી જાય

છે ,જયારે એના લગ્ન એક એવી વ્યક્તિ જોડે થઇ જાય છે જેને સ્ત્રીની ભાવનાની અને ઈચ્છાની કોઈ કિંમત નથી હોતી .

આવા સમયે સ્ત્રીની પુત્રી અને સાસુ એને મોટીવેટ કરે છે એના અઘૂરાં સપના પુરા કરવામાં ….આજ છે સ્ત્રીના સપનાનું

સાચું સરવૈયું .

“ભવન્સ “કોલેજ ના સાંસ્કૃતિક હોલ ખાતે ભજવાયેલ આ નાટક ના લેખક ,

દિગદર્શક ,અને એક્ટર શ્રીમતી .વૈશાલીબહેન પટેલે પોતાના પાત્રમાં પ્રાણ પૂર્યા છે .જૈમિનીબહેન .ત્રિવેદી તેમજ મમતા ભાવસાર જીગ્નેશ મોદી અને બિમલ ત્રિવેદી એ ખુબ સુંદર અભિનય નો ઓજસ પાથર્યો છે .

કૌટુંબિક ભાવનાને પ્રોત્સાહન આપતું અને લગ્ન કરીને ઠરીઠામ થયેલી એક સ્ત્રી પોતાના ભૂલેલા સપનાને વિપરીત સંજોગોમાં પણ પુરા કરે છે ….આખી વાર્તા એની ભાવનાની આજુબાજુ ગુંથાયા કરે છે .”રજની “ના પાત્રને ખુબ સાહજિક પણે ભજવનાર વૈશાલી બહેને પોતાની આગવી નૃત્યશૈલી સાથે રજૂ કરેલા ગીતો ઑડિયન્સ એ તાળીઓ થી વધાવી લીધા હતાં .

સ્ત્રી ની મુંઝવણને સુંદર રીતે અભિવ્યક્ત કરનાર વૈશાલીબહેન ખરેખર ધન્યવાદને પાત્ર છે. સચોટ લેખન ,સુંદર દિગ્દર્શન અને સાહજિક અભિનય એ વૈશાલીબહેનનું જમા પાસું છે . “સપનાનું સરવૈયું “એક ભાવનાત્મક વળાંકો ધરાવતું નાટક ખરેખર દરેક વ્યક્તિએ જોવા અને માણવા જેવું છે .

બીના પટેલ

TejGujarati