ન્યુ એજ્યુકેશન પોલીસીનો મુખ્ય ધ્યેય આત્મનિર્ભર ભારત બનાવવાનું છે.

ઓટોમોબાઇલ ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

અખીલ ભારતીય કોલેજ આચાર્ય મહામંડળના ૨૫માં રાજ્ય લેવલની કોન્ફરન્સ સુરત ખાતે વિર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં યોજવામાં આવી હતી. આ કોન્ફરન્સનો વિષય “ચેલેન્જીગ ઓફ ઈમ્પલીમેન્ટેશન ન્યુ એજ્યુકેશન પોલીસી – ૨૦૨૦” હતો. રાજ્ય તથા દેશના વિવિધ તજજ્ઞોએ આ વિષય ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. યુનિવર્સિટીના કુલપતી કિશોરસિંહ ચાવડાએ અધ્યક્ષીય પ્રવચન કર્યું હતુ. આ સેમીનારમાં એચ.એ.કોલેજના પ્રિન્સીપાલ તથા મહામંડળના સેક્રેટરી જનરલ સંજય વકીલે પોતાના વક્તવ્યમાં કહ્યું હતુ કે ઉચ્ચ શિક્ષણમાં ન્યુ એજ્યુકેશન પોલીસીમાં સૌથી મોટો પડકાર દરેક યુવાનને એમ્પલોયેબલ બનાવવાનો છે. સમગ્ર પોલીસીનો મુખ્ય ઉદ્દેશ આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી વિશ્વગુરૂ બનવાનું ધ્યેય છે. દરેક રાજ્યની માતૃભાષાને પ્રાધાન્ય આપી તેના જતન સાથે પ્રચાર અને પ્રસાર કરવાનો છે. સ્કુલ લેવલે પણ વિદ્યા પ્રવેશ, દિક્ષા અને નિષ્ઠા નામના પ્રોગ્રામો શરૂ કરીને ઓવર ઓલ ડેવલપમેન્ટ કરવાનું લક્ષ્ય છે. ઉચ્ચ શિક્ષણ લેવલે હાલમાં દેશમાં ૪૨ હજાર કોલેજો, બારસો યુનિવર્સિટીઝ તથા પોણા ચાર કરોડ વિદ્યાર્થીઓ છે. વિશ્વની એજ્યુકેશન સીસ્ટીમમાં ભારત બીજા નંબરે છે. દરેક રાજ્યમાં પોતાની સંસ્કૃતી તથા રીતીરીવાજો છે. આમ સમગ્ર દેશમાં એક સાથે ન્યુ એજ્યુકેશન પોલીસી લાગુ કરવી એ સૌથી મોટો પડકાર છે. પરંતુ દેશના ઘણા રાજ્યોમાં આ પોલીસી લાગુ કરી દીધી છે તથા તેના સકારાત્મક પરીણામો પણ જોઈ શકાય છે. સરકારના આ ભગીરથ કાર્યને સફળતા મળી રહી છે જેનો ફાયદો સમગ્ર દેશને થશે. આ કોન્ફરન્સમાં અમદાવાદના પ્રિ. સુભાષ બ્રહ્મભટ્ટ તથા પ્રિ.એસ.એન.ઐયરે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ કોલેજના આચાર્યો હાજર રહ્યા હતા.

TejGujarati