સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભરાયું મામેરું

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ
સંજીવ રાજપૂત સાથે હનીફ શેખ

સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભરાયું મામેરું

ભગવાન જગન્નાથ હાલ સરસપુર મામાને ઘેર મૌસાળમાં છે ત્યારે સાંજે સરસપુર ખાતે ભગવાનનું મોસાળુ ભરવામાં આવ્યું હતું. મામેરાના દર્શન માટે હજારો ભક્તો ઉમટયા હતા અને દર્શન કર્યા હતા. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના આભૂષણો, વાઘાને દર્શન માટે મુકવામાં આવ્યા હતા. આ વાઘા મોરપીંછ કલરમાં ગાય અને મોરની પ્રિન્ટ સાથે તૈયાર કરવામાં આવ્યા છે અને સુંદર કસબ વર્ક કરવામાં આવ્યું છે. 2 વર્ષ બાદ ભગવાન જગન્નાથજીની 145 મી રથયાત્રા યોજવા જઇ રહી છે ત્યારે હજારોની સંખ્યમાં ભકતો આ દર્શનનો લહાવો લેવા ઉમટી પડ્યા હતા.

TejGujarati