એસ્ટ્રોવર્લ્ડ-ભારતનો સૌથી મોટો આધ્યાત્મિક સર્વગ્રાહી આરોગ્ય અને સુખાકારી એક્સ્પો પ્રથમ વખત અમદાવાદમાં ૨૫-૨૬ જૂનના રોજ સિંધુ ભવન બેન્ક્‌વેટ હોલમાં યોજાશે.

સમાચાર

 

 

જેમાં દેશભરમાંથી આવેલ એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે તેવા એસ્ટ્રોવર્લ્ડ એક્સ્પોનું ઉદ્ઘાટન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કરશે, .

 

એસ્ટ્રોવર્લ્ડ એક્ઝિબિશનની આ ૧૬મી આવૃત્તિ છે. અગાઉની આવૃત્તિઓ મુંબઈ, નવી દિલ્હી, શિમલા અને અન્ય શહેરોમાં થઈ હતી, અને તેનું સમગ્ર દેશમાં મોટા શહેરોમાં અને વૈશ્વિક સ્તરે પણ વિસ્તરણ કરવાની યોજના છે.

 

એક્ઝિબિટર પ્રોફાઇલમાં દેશભરના જાણીતા નિષ્ણાતો, જ્યોતિષીઓ, પામ અને ફેસ રીડર્સ, ટ્રી પ્રિડિક્શન એક્સપટ્‌ર્સ, ન્યુમરોલોજીસ્ટ અને સિગ્નેચર એનાલિસિસ એક્સપટ્‌ર્સ, લોગો એનાલિસ્ટ, રિસ્ટ વૉચ એનાલિસિસ, વાસ્તુ અને ફેંગશુઈ એક્સપટ્‌ર્સ, ટેરોટ અને એન્જલ કાર્ડ રીડર્સ, પાસ્ટ લાઈફ રિગ્રેશન, કાઉન્સેલર્સ, ક્રિસ્ટલ બોલ ગેઝિંગ, રેડિકલ-ચક્ર- લામા ફેરા-રેકી-સાઉન્ડ હીલર્સ, યોગ પ્રાણ વિદ્યા અને ધ્યાન, સ્ફટિકો-રુદ્રાક્ષ-રત્નોના જથ્થાબંધ વેપારી અને બીજા ઘણા બધાનો એક છત નીચે સમાવેશ થાય છ.

 

એસ્ટ્રોવર્લ્ડ એક્ઝિબિશન્સના સ્થાપકો શ્રીમતી સિરાજ જોંધલે અને સાગર જોંધલે જણાવ્યું હતુ કે“આધ્યાત્મિક અને સર્વગ્રાહી સ્વાસ્થ્ય માત્ર શારીરિક સ્વાસ્થ્ય પૂરતું જ મર્યાદિત નથી, પરંતુ તેમાં આધ્યાત્મિક અને માનસિક સ્વાસ્થ્યનો પણ સમાવેશ થાય છે તે અનુભૂતિ વધી રહી છે. એસ્ટ્રોવર્લ્ડ, જે અત્યાર સુધીનું ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક, સર્વગ્રાહી સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રદર્શન છે, તે મન, શરીર અને આત્માને ડિટોક્સ અને કાયાકલ્પ કરવા માટે રચાયેલ છે. અમને પ્રદર્શકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે અને અમને વિશ્વાસ છે કે અમદાવાદના લોકો પણ તેમની ઉમદા હાજરીથી અમને આશીર્વાદ આપશે,”

 

આ એક્સ્પો દેશભરના અનુભવી અને જાણીતા નિષ્ણાતો દ્વારા વૈદિક વિજ્ઞાન અને વૈકલ્પિક ચિકિત્સા અને ઉપચાર વિશે જાગૃતિ ફેલાવશે. મુલાકાતીઓ શોમાં મફત એક્યુપ્રેશર ફુટ મસાજ થેરપીનો પણ અનુભવ કરી શકે છે.

 

આ પ્રદર્શન સિંધુ ભવન હોલ, સિંધુ માર્ગ, પીઆરએલ કોલોનીે, મેંગો રેસ્ટોરન્ટ સામે, બોડકદેવ, અમદાવાદ ખાતે યોજાઈ રહ્યું છે અને ૨૫ જૂન, શનિવારે સવારે ૧૧.૦૦ કલાકે ઉદ્ઘાટન કરવામાં આવશે.

TejGujarati