અમદાવાદમાં વલ્લભ સદન હવેલીમાં વિશ્વશાંતિ અને મનોદિવ્યાંગોનાં લાભાર્થે શ્રીજીની ઝાંખી કૃષ્ણોત્સવ યોજાશે.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

દવા અને પ્રાર્થના. બેય સાથે હોય તો ખુબ જ ઝડપી સારા પરિણામ આવે આવું, સર્વધર્મ માં કહેવાય છે.

કોરોના નાં કહેરથી છેલ્લાં ૨ વર્ષથી પૃથ્વી પર હાહાકાર મચી ગયો છે. માનસિક તકલીફો માં ઉછાળો થયો છે. આવા સમયે મનોદિવ્યાંગો માટે કાર્યરત અમદાવાદ ની વાસણા સ્થિત જાણીતી સંસ્થા જેજેસિટી મનોવિજ્ઞાન પુનર્વસન કેન્દ્ર દ્વારા માનસિક શાંતી, સ્થિરતા કેળવવા માટે સારવાર અને પ્રાર્થના બેય કરવામાં આવી રહ્યાં છે.

સંસ્થાના કાર્યકર્તાઓમાં થી વૈષ્ણવ હોદેદારો શ્રીમતી શોભા શાહ, કું. અમિતા પટેલ, સંસ્થા નાં ફાઉન્ડર શ્રી જશવંતલાલ શાહ અને ડીવાઈન કલર્સ ફાઉન્ડેશન નાં મશહુર ગાયક શ્રી મનીષ શાહ દ્વારા અનોખા કાર્યક્રમ શ્રીજી ની ઝાંખી નું આયોજન ૨૫, જૂન ૨૦૨૨ને શનીવારે, બપોરે ૩ થી ૬ સમય દરમ્યાન આશ્રમ રોડ પર આવેલી શ્રી વલ્લભ સદન હવેલી માં મનોદિવ્યાંગો નાં લાભાર્થે કરવામાં આવ્યું છે. જેને કૃષ્ણોત્સવ પણ કહેવામાં આવે છે. આ કાર્યક્રમની શરૂઆત અને અંતમાં મનોદીવ્યાંગ બાળકો પણ પરફોર્મન્સ આપી પોતાનું કૌશલ્ય સમાજ આગળ રજુ કરશે.

નંદબાબા ને યશોદા નાં લલ્લા, રાધા નાં કૃષ્ણ, વૈષ્ણવ નાં શ્રીજી નાં ભક્તિરસ થી તરબોળ આ કાર્યક્રમમાં ગેસ્ટ ઑફ ઓનર તરીકે જેજેસીટી પ્રેસિડેન્ટ અને હાર્ટ ફાઉન્ડેશન નાં ચેરમેન ડો. નીતિન સુમંત શાહ ને સાથે બાળરોગ નિષ્ણાત ડૉ. મોના દેસાઈ, સમસ્ત ખડાયતા જ્ઞાતિના પ્રમુખ મયુરભાઈ કાચવાલા, બિલ્ડર પ્રવિણાબેન પટેલ, હાથી સિમેન્ટ નાં ભરતભાઈ શેઠ, ગાર્ગીબેન નગરશેઠ, વાઈડ એન્ગ્લ નાં વીરુબેન, પૂજા પાર્ટી પ્લોટ નાં વિષ્ણુભાઈ પટેલ, ઈનર વ્હીલ ઑફ અમદાવાદ સાઉથ નાં પ્રમુખ મીનાક્ષી અમીન, રોટરી કલબ નાં પ્રમુખ શ્રી દેવેનભાઈ શાહ, વરિષ્ઠ પત્રકાર શ્રી દેવાંગ ભટ્ટ, સામાજીક કાર્યકર શ્રી યોગી ભટ્ટ, ચોકલેટ રૂમ નાં શ્રી આનંદભાઈ, પોકેટ ડીલ નાં શ્રી દેવ પટેલ, આયુર્વેદ નિષ્ણાત શ્રી દુર્લભ ગોરિયા, ફિલ્મ ઇડસ્ટ્રી માં થી યશરાજ સિંહ બાપુ જેવાં અનેક મહાનુભાવો પણ કાર્યક્રમ માં પધારશે ને અંતમાં લલ્લાની આરતી કરી ને વિશ્વશાંતી માટે પ્રાર્થના થશે.

આ સમાચાર આપનાં સુપ્રસિદ્ધ મીડિયા દ્વારા સમાજ સુધી પહોચાડવા અમારી વિનંતી છે. 🙏

Good Day 👍

– મેનેજીંગ ટ્રસ્ટી / યશેષ શાહ

9825877370

TejGujarati