પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ SOUADTGA ઓથોરિટીના અધિકારીઓઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે યોજેલી બેઠક

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

પ્રભારી મંત્રીપૂર્ણેશભાઈ મોદીએ SOUADTGA ઓથોરિટીના અધિકારીઓઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે યોજેલી બેઠક

રાજપીપલા, તા 23

ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્ર અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન SOU-એકતાનગર ખાતે SOUADTGA સત્તામંડળના અધિકારીઓઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ તથા જિલ્લાના અગ્રણીઓ સાથે એડમિનિસ્ટ્રેટીવ કચેરીના કોન્ફરન્સ હોલમાં બેઠક યોજીને આ વિસ્તારના નાના-મોટા પ્રશ્નો સરળતાથી ઉકેલાય તે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને આ દિશામાં આગળની જરૂરી કાર્યવાહી માટે સત્તામંડળના અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ દિનેશભાઈ તડવી, નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ મંત્રી શબ્દશરણભાઈ તડવી, મહિલા અગ્રણી ભારતીબેન તડવી સહિતના આ વિસ્તારના અન્ય આગેવાનો, ઉપરાંત SOUADTGA ના વરિષ્ઠ અધિકારી વગેરેની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. બેઠક બાદ માધ્યમો સાથેના સંવાદમાં મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, મુખ્યત્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી - એકતાનગર વિસ્તારમાં જે કંઈ પ્રશ્નો છે તેનો સરળતાથી ઉકેલ આવે, સંકલન થાય અને લોકોના પ્રશ્નોને વાચા આપી તેનો નિકાલ કરવાના ઉદ્દેશ સાથે નર્મદા જિલ્લાના પ્રભારી તરીકે ઓથોરિટી સાથે આ બીજી બેઠક કરી છે. મુખ્યત્વે એકતાનગરના વિકાસ મુદ્દે આવનારા દિવસોમાં સમગ્ર વિશ્વની નજર તેના પર રહેશે, જેને લઈને ઉક્ત બેઠકમાં રજૂ થયેલા કેટલાક નાના - મોટા પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તે દિશામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને SOUADTGA ઓથોરિટીના અધિકારીઓ સાથે થયેલી ચર્ચા-વિચારણા અને પરામર્શ મુજબ સાથે મળીને કામ કરશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

તસવીર :દીપક જગતાપ,રાજપીપલા

TejGujarati