અમદાવાદમાં રથયાત્રા ને લઈ ગૃહમંત્રીએ પોલીસ અધિકારીઓ અનેમંદિરના ટ્રસ્ટીઓ સાથે બંધ બારણે કરી બેઠક.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ
સંજીવ રાજપૂત

ક્રાઇમ બ્રાન્ચમાં બેઠક કરતા ગૃહમંત્રી

અમદાવાદમાં રથયાત્રા ને લઈ ગૃહમંત્રીએ પોલીસ અધિકારીઓ અને
મંદિરના ટ્રસ્ટીઓ સાથે બંધ બારણે કરી બેઠક.


રથયાત્રા સમયસર નીકળે અને પરત ફરે તેનું ધ્યાન રાખજો. જરૂર પડે મને જાણ કરજો: હર્ષ સંઘવી

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિર જઈને રથયાત્રાની તૈયારી અંગે ચર્ચા કરી હતી એન ક્રાઇમ બ્રાન્ચ ખાતે પત્રકારોને રથયાત્રાના બંદોબસ્ત અંગે માહિતી આપી હતી

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રથયાત્રામાં 25,000 પોલીસ બંદોબસ્તમાં રહેશે. જેમા 8 DG/IG, 30 SP,35 ACP, SRP અને CRPF ની 68 કંપની બંદોબસ્તમાં રહેશે. 28 થી તમામ પોલીસ અમદાવાદ આવશે. ક્રાઈમ બ્રાન્ચ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી અને જરૂરી સૂચના આપી. આ વર્ષે રથયાત્રામાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવશે. જેમાં બોડી ઓન કેમેરા,ડ્રોન, ફેસ ડિટેક્શન કેમેરા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. સોશિયલ પોલીસિંગના પ્રયત્ન ખૂબ સારા કરવામાં આવ્યા છે.આઈબી તરફથી હજુ સુધી કોઈ એલર્ટ મળ્યું નથી.તમામ સમાજના લોકોને સાથે રાખીને રથયાત્રા નીકળશે. બંદોબસ્તમાં આવનારી પોલીસ માટે જમવા તથા રહેવાની તમામ વ્યવસ્થા માટે પણ સૂચના આપવામાં આવી છે. વધુમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે….

બાઈટ: હર્ષ સંઘવી

TejGujarati