રેશનકાર્ડ ધારકોને પુરવઠો મળતો બંધ થતાં આક્રોશ

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ
સંજીવ રાજપૂત

રેશનકાર્ડ ધારકોને પુરવઠો મળતો બંધ થતાં આક્રોશ

ગુજરાત પુરવઠા વિભાગએ અપગ્રેડની પક્રિયા શરુ કરતા ની સાથે જ ગુજરાત ભર ના હજારો રેશનકાડઁ ધારકો ને અનાજ નો પુરવઠો આજે બંધ થતા આક્રોશ જોવા મળ્યો હતો.

ગુજરાત પુરવઠા વિભાગએ અપગ્રેડની પક્રિયા શરુ કરતા ની સાથે જ ગુજરાત ભર ના હજારો રેશનકાડઁ ધારકો ને અનાજ નો પુરવઠો આજે બંધ થયો હતો. જે રેશનકાડઁ ધારકો ઓના રેશનકાડઁ મા એક પણ વ્યકિત ના આધારકાડઁ સીડીંગ કરાવવા નું બાકી હોય તેવા તમામ રેશનકાડઁ ધારકો ના હજારો રેશનકાડઁ સાયલન્ટ કરી દેવાયા હતા.

ઓનલાઈન કોમ્પયુટર મા જે તે કાડઁ ધારકો ના નાની વય ના બાળકો કે જેમના આધારકાર્ડ ના બની શકયા હોય તેઓના રેશનકાર્ડમાં મળી શકતા પુરવઠા ને રોકી દેવાયો હતો.

ઓનલાઈન કોમ્પયુટર મા બે લીટી ના મેસેજ મા છ માસ કે તે કરતા વધુ સમય થી પુરવઠો ના મેળવ્યો હોઈ ને નજીક ની મામલતદાર કચેરી કે ઝોનલ ઓફિસ નો સંપર્ક કરવાની સુચના જારી કરતી સ્કોઁલ આવી જાય છે જોકે તેઓ દર માસે તો પુરવઠો મેળવી જ રહ્યા હોય છે અને તેઓ ને એકાએક આ રીતે કોમ્પયુટર મા પુરવઠો બંધ બતાવતા રેશનસંચાલકઓ અને કાડઁ હોલ્ડરો સાથે રકઝક અને આકોઁશના બનાવો સવાર થી વિતરણ ના સમય દરમ્યાન ગુજરાત ભર મા વધતા જોવા મળ્યા છે.

ગાંધીનગર થી ઓપરેટ થતા પુરવઠા વિભાગના ઓનલાઈન સર્વરમાં ટેકનિકલ ક્ષતિ ઓને લઈ ને તેમજ અપગ્રેડેશન ની પક્રિયા ને લઈ ને ઉભી થયેલ સિથ્તી ની ઉચ્ચ કક્ષા એ પુરવઠા અધિકારી ઓને રજુઆત કરવામાં આવી છે.

TejGujarati