ગાયના શુદ્ધ દૂધથી બન્ને હાથથી કળશને પકડી ભાવથી મૌનપણે મેરૂશિખર મનમાં બોલતાં, અભિષેક કરવો. અભિષેક મસ્તકથી કરવો, પછી પાણીથી અભિષેક કરી ત્રણ અંગલૂછણાં કરવા. પાણી રહે નહિ તેમ ધીમે ધીમે ભગવાનને કોરા કરવા. બનતી કોશિશે વાળાકુંચીનો ઉપયોગ ન કરવો.
ચંદનથી વિલેપન કરવું. પછી નવાંગીપૂજા કરવી, લંછન-પરિકરમાં રહેલ હાથી-ઘોડા-વાઘાદિથી પૂજા ન કરાય. પ્રભુના હાથમાં પૂજા ન કરાય, પહેલા મૂળનાયક, પછી બીજ ભગવાન, ગુરૂ, દેવ-દેવી આ ક્રમથી પૂજા કરવી.
પછી ધૂપ-દીપ-ચામર-દર્પણ-અક્ષત-નૈવેદ્ય-ફળાદિ અષ્ટપ્રકારી પૂજા કરવી.
નિસીહિ બોલીને ચૈત્યવંદન કરવું, ચૈત્યવંદન વખતે કોઈ પાટલો લઈ લે કે સાથિયો ભૂસી કાઢે તો વાંધો નહીં. છેલ્લે ઘંટનાદ અને શંખનાદ કરી ભગવાનને પૂંઠ ન થાય તેમ બહાર નીકળવું.
પ્રશ્નઃ પૂજા કરનારની સામે ઊભા થતા વિવિધ પ્રશ્નોના સમાધાનો શું ? જાણવા છે ?
સિદ્ધચક્રજીની પૂજા કર્યા પછી એ જ કેસરથી અરિહંત ભગવાનની પૂજા કરવામાં દોષ નથી.
પૂજારીને નોકર નહિ, પ્રભુના ભક્ત તરીકે સાચવો.
પ્રભુદર્શન અને પૂજન ભવરોગને મટાડી મોક્ષ સુખ આપે છે. માટે ‘પ્રભુ ! મને મોક્ષ આપ’ એવી સુંદર ભાવના ભાવો. અષ્ટમંગલ આલેખવાના છે, એની પૂજા નથી. માટે છેલ્લે ચાર આંગળા વાટકીમાં બોળી એક-એક મંગલ પર હું આલેખું છું એવા ભાવથી ફેરવો.
ફણા ભગવાનનું અંગ જ છે માટે નવાંગી પૂજામાં આવી જાય.
નવાંગી સિવાય કેસરના ટપકાં ન કરો. ભગવાનું રૂપ વધે તેમ આંગી કરો.
પંચ ધાતુના પ્રતિમાજીને એક હાથથી ન પડકો, બન્ને હાથમાં બહુમાનથી લ્યો.
પ્રભુ પક્ષાલને માથે ચઢાવો અને આંખે લગાડો, બાકી આખા શરીરે માલિશ ન કરો.
ગભારામાં કોઈ પૂજા કરતું હોય તો એને ઉતાવળ ન કરાવો.
ઘણા ભગવાનની અવ્યવસ્થિત અને જલદી જલદી પૂજા કરવા કરતાં શાંતિથી ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરો.
દેરાસર આવતાં કે ત્યાં પૂજા કરતા નવવસિખાઉ સાધર્મિક ભાઈઓને પ્રેમથી વિધની જ્ઞાન કરાવો. પરંતુ ધિક્કાર અને તિરસ્કાર કદાપિ ન કરો.
દેરાસરમાં આવતા દરેક સાધર્મિક બે-ચાર જન્મોમાં કદાચ તીર્થંકર બની જાય તો ?
માટે દરેકની સાથે માનથી વાત્સલ્યપૂર્ણ વ્યવહાર રાખો.
નિયમનો લાભ અપાર છે માટે દરોરજ દેરાસર જવાનો નિયમ લ્યો. (જરા હો તોપણ) બીજા પણ નિયમ લ્યો.
ઘરે દેરાસર અને પ્રભુ પ્રતિમા અવસ્ય પધારવો.
પ્રભુ દર્શન-પૂજન વખતે ‘પ્રભો ! પાપી છું ઉદ્ધા કરો’ ની વિનમ્ર ભાવના રાખો. દેરાસરથી પાછા ઘરે જતાં ‘ફરીથી જલ્દી આવીશ’ એવી લાગણી અનુભવો.
પૂજાથી શાંતિ અને પરમશાંતિ મળે છે (ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું.) ભગવાન આ વિશ્વની અચિંત્ય શક્તિ છે. સર્વોચ્ચ સત્તા છે, એણ સતત અનુભવ કરો.
પૂજારી પાસે અંગત કોઈ પણ કામ ન કરાવો. ઘર સાફ કરીએ તો કર્મ બંધાય, દેરારસ સાફ કરીએ તો કર્મ ધોવાય.
કદાચ કો’ક કારણસર પૂજા ન થાય તો છેવટે દેરાસરમાં સાવરણી લઈ સ્વચ્છતા કરવી, એ પણ લાભ છે. પ્રભુભક્તિનો પ્રકાર છે.
*FOR NAMO NEWS 24 ONLY.*
Follow this link to join WhatsApp group: https://chat.whatsapp.com/CHbpc7ih2m496vd7Q2XbA60