અમદાવાદની એલજીમાં બાઉન્સરની દાદાગીરી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ
સંજીવ રાજપૂત

અમદાવાદની એલજીમાં બાઉન્સરની દાદાગીરી

અમદાવાદના મણિનગર એલ જી હોસ્પિટલમાં ફરજ પરના બાઉન્સરોની દાદાગીરી સામે આવી છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ જોવા મળી રહ્યો છે વિડીયો ક્યારનો અને ક્યાંનો તેની કોઈ પુષ્ટિ કરતા નથી.

લોકચર્ચા તેમજ સૂત્રો મુજબ ધીરજ હાઉસીગમાં રહેતા એક દપંતી એલ જી હોસ્પિટલમાં પેટ ના દુ:ખાવા ની ફરિયાદ સાથે બન્ને ઉભા રહ્યા હતા તે દરમ્યાન મયુર પ્રજાપતિ નામના બાઉન્સરો જીભાજોડી કરી ને અણછાજતી રીતે વતીઁને ધક્કા મારીને બહાર કાઢ્યા. આ દપંતીની પત્ની નું BP વધી જતા સિથ્તી ગંભીર થઈ હોવા છતા બાઉન્સરોઓ તેમને દયનીય સ્થિતિ મા છોડીને પતિને ધક્કા મારીને બહાર કાઢ્યો હતો.

પતિ તેમના વર્તન નો મોબાઈલ થી વીડીયો ઉતારતા તેને હડધૂત કરી ને બાઉન્સરો ઓ એ મોબાઈલ છીનવી લઈ ને તમારે જે કરવું હોય તે કરો અમને દદીઁ ઓ સિવાય ના સાથે આવેલ વ્યકિત ઓને બહાર કાઢવાનો આદેશ મળ્યો છે અને અમે તેનું કોઈપણ રીતે પાલન કરાવીશું તેવું કહેતા જોવા મળ્યું હતું. દિન પ્રતિદિન હોસ્પિટલમાં બાઉનસરોની દાદાગીરી વધતી જોવા મળી રહી છે. અગાઉ પણ ઘણી હોસ્પિટલમાં પત્રકારો તેંમજ દર્દીઓના સાગા કે દર્દી સાથે ગેરવર્તન અને તાનાશહીના કિસ્સા જોવા મળ્યા છે. ચા કરતા કીટલી ગરમ હોય એમ આ બાઉનસરો હોસ્પિટલને તેમના બાપની હોય એમ સમજી વર્તન કરતા હોય છે ત્યારે આ બાઉનસરો વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

TejGujarati