યોગ થકી વિશ્વશાંતીનું નિર્માણ થઇ શકે : સંજય વકીલ.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ ધ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું સેલીબ્રેશન કરવામાં આવ્યુ હતુ. કોલેજના એન.એસ.એસ તથા એન.સી.સી યુનીટના વિદ્યાર્થીઓએ યોગ કર્યા હતા. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે વ્યકતીના શારીરીક તથા માનસીક વિકાસ માટે યોગ કરવો જરૂરી છે. આજે ફાસ્ટફ્રુડના સમયમાં અનેક પ્રકારની બીમારીઓએ ભરડો લીધો છે તેનું મુખ્ય કારણ શારીરીક કસરત તથા યોગનો અભાવ છે. મન સ્વસ્થ હોય તો વ્યક્તીને સકારાત્મક તથા હકારાત્મક વિચારો આવે છે જેનાથી કામ ઉપર ફોકસ થાય છે અને ધાર્યું પરિણામ મેળવી શકાય છે. આજના મોડર્ન યુગમાં લોકો અનેક રોગોથી પીડાય છે જેના દવાના ખર્ચથી કુટુંબ આર્થીક રીતે પાયમાલ થઇ જાય છે તથા અનેક વિટંબણાઓમાંથી પસાર થવુ પડે છે. આપણા ઋષીમુનીઓએ આપેલી આ યોગની અણમોલ ભેટ ધ્વારા આપણે આજની યુવા શક્તીઓને સ્વસ્થ રાખી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવુ જોઈએ. આજે સમગ્ર વિશ્વએ યોગને અપનાવ્યુ છે ત્યારે આપણે માત્ર કર્મકાંડની જેમ ન લેતા જીવનના એક ભાગ તરીકે સ્વીકારી વિશ્વની તંદુરસ્તી સાથે વિશ્વશાંતીનું પણ નિર્માણ આપણે યોગ ધ્વારા કરી શકીએ છીએ તેવી તાકાત યોગમાં છે. આ કાર્યક્રમમાં કોલેજનાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

TejGujarati