હાઈ ઓન લાઈફ ફાઉન્ડેશને સિમ્બાલિઅન સાઈકલિંગ ક્લબ અને નારકોટીક્સ કંટ્રોલ બ્યુરો ના સહયોગથી અમદાવાદ માં ડ્રગ્સના દુરૂપયોગ સામે જાગૃતિ ફેલાવવા માટે સાયક્લોથોનનું આયોજન કર્યું.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

આજે જ્યારે સમગ્ર વિશ્વ અને ભારત માદક દ્રવ્યોના દુરૂપયોગના જોખમ સામે લડી રહ્યું છે અને આવનારી 26મી જૂન ના “ડ્રગ દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે આંતરરાષ્ટ્રીય દિવસ” છે , ત્યારે હાઈ ઓન લાઈફ ફાઉન્ડેશન એ સિમ્બાલિઅન સાઈકલિંગ ક્લબ અને નારકોટીક્સ કંટ્રોલ બ્યુરો ના સહયોગથી અમદાવાદ માં ડ્રગ્સના અને માદક દ્રવ્યો સામે જાગૃતિ ફેલાવવા માટે સાઈકલ-એ-થોનનું આયોજન કર્યું હતું. આ સાઈકલ-એ-થોન માં ૫૦ થી વધુ સાઇકલિસ્ટ એ ભાગ લીધો હતો અને 20 કિમિ નું અંતર કાપીને ‘Say No To Drugs’ અને સ્વસ્થ જીવનશૈલી જીવવાનો સંદેશ આપ્યો હતો.

આ સાયકલ-એ-થોન નો ઉદેશ્ય માત્ર ફિટનેસ અને સારા સ્વાસ્થ્યને જ નહીં, પણ આનંદ અને ઉત્સાહ સાથે ડ્રગ-મુક્ત જીવન જીવવાનો સકારાત્મક સંદેશ ફેલાવવાનો હતો. આ સાયકલ એ થોન નું વિઝન સાઇકલિંગ દ્વારા સમાજમાં ડ્રગ સેવન ના કારણે થતા જોખમ વિશે ને કેવી રીતના તેનું આપણા સ્વાસ્થ્ય સાથેના ગાઢ સંબંધ છે તેની જાગૃતિ ફેલાવવાનું હતું. અત્યાર સુધી ભારતમાં સાયકલને ગરીબ માણસનું પરિવહન, ધનવાનોનો શોખ અને વૃદ્ધો માટે તબીબી પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવે છે પણ આ સાઇક્લેથોન દ્વારા સાયકલિંગ વિશે જાગૃતિ ફેલાવીને આ ધારણાને બદલવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો કારણ કે સાયકલ ચલાવવી એ અનેક રોગો માટે શ્રેષ્ઠ કસરત છે અને તે લોકોને ફિટ અને સ્વસ્થ રહેવામાં પણ મદદ કરી શકે છે.

આ સાયકલથોન વૈષ્ણોદેવી પાસે આવેલા સરદારધામ થી શરૂ થઈને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ની ઝોનલ કચેરી ખાતે સમાપ્ત થઈ હતી. સાયકલેથોનનો રૂટ 20 કિલોમીટરનો હતો. આ સાયકલ-એ-થોનમાં ૫૦ જેટલા સાયકલ સવારોએ ભાગ લીધો હતો.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ના ઝોનલ ડાઈરેક્ટર શ્રી શૈલેન્દ્ર મિશ્રા ના હસ્તે સાયકલથોનને લીલી ઝંડી આપવામાં આવી હતી. તેમની સાથે હાઈ ઓન લાઈફ ફાઉન્ડેશનના સાગર બ્રહ્મભટ્ટ અને કૃણાલ શાહ તથા સિમ્બાલિઅન સાઈકલિંગ ક્લબ ના જીગ્નેશ પટેલ ઉદ્ઘાટનમાં હાજર રહ્યા હતા.

સાઇક્લેથોન ના ઉદ્ઘાટન પ્રસંગે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ના ઝોનલ ડાઈરેક્ટર શ્રી શૈલેન્દ્ર મિશ્રા એ કહ્યું કે ” આજ ના યુવાનો પાસે અનેક તકો છે પણ ડ્રગ્સ અને દારૂ ના રવાડે ચઢીને તેઓ પોતાની જિંદગી ખરાબ ના કરે અને ડ્રગ્સ એ પરિવાર, સમાજ, કાયદો અને વ્યવસ્થા, દેશ બધા માટે એક મોટું દુષણ બની ગયું છે. યુવાનો એ સ્ટ્રેશસ ફ્રી રહેવા માટે અને વ્યસન થી દુર રહેવા માટે પોતાની જાત ને મનગમતી પ્રવૃત્તિ માં વ્યસ્ત રાખવું જોઈએ, પરિવાર તથા મિત્રો સાથે સારો સમય વિતાવવો જોઈએ અને નિયમિત કસરત અને સારી ઊંઘ લેવી જોઈએ.” આ સાથે તેમને એ બી કહ્યું કે “સાયક્લોથોન સામાજિક ઉદ્દેશ્યમાં યોગદાન આપવાની તક પ્રદાન કરે છે. સાયકલ ચલાવવું એ એક મહાન તણાવ દૂર કરનાર સાબિત થાય છે. તે વ્યાયામ કૌશલ્ય વિકસાવવામાં અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે અને આમ કોઈપણ પ્રકારના વ્યસનને ના કહેવા માટે મદદ કરે છે. અને સાયકલિંગ એ સક્રિય અને સ્વસ્થ જીવનશૈલીનો પ્રવેશદ્વાર છે. અને આ સાથે સમાજ માં ડ્રગ્સ ના સેવન સામે મોરચો ખોલવો અને એના થી દૂર રહેવાનો સંદેશો આપવો એ સોના માં સુગંદ ભરી દે છે.”

એની સાથે સાથે ડ્રગ્સ થી દૂર રહેવા અને એની જાળ માં ના ફસાવા હાજીર તમામ લોકો એ શપથ પણ લીધા.

TejGujarati