“ફાધર્સ ડે” પર શહેરના રોહન જરદોશે આપ્યો અનોખો મેસેજ

વિશેષ

 

 

19 જૂનના આજના દિવસને “ફાધર્સ ડે” તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ પિતાને સમર્પિત છે. ત્યારે શહેરના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત અને જેમના જીવનમાં હંમેશા ફાધરનું મહત્વ અનેરું રહેલું છે તેવા યુવા બિઝનેસમેન એવા રોહન જરદોશે ફાધર્સ ડે પર વિશેષ મેસેજ આપ્યો હતો.

રોહન જરદોશે કહ્યું હતું કે, “આપણે જે રીતે ઈશ્વરને સર્વથી ઉપર માનીએ છીએ તેવી જ રીતે આપણા જીવનમાં પિતા પણ સર્વ શ્રેષ્ઠ જ છે. ફાધર્સ ડેનો દિવસ પિતાને સમર્પિત

છે. ફાધર્સ ડેના દિવસે આપણે પણ આપણા પિતાને શુભકામનાઓ આપીએ. પિતાની વ્યાખ્યા શબ્દોમાં આપવી ખૂબ જ મુશ્કેલ છે પરંતુ આજના દિવસે પિતાને શુભકામનારૂપી

મેસેજ આપીને સ્પેશિય ફિલ કરાવી શકીએ છીએ. આ વાત આપણે ક્યારેય ના ભૂલવી જોઈએ. આપણે પહેલો માતાને તો પ્રેમ કરીએ છીએ ફાધરનું પણ મહત્વ માતાની જેમ જ વિશેષ મહત્વ આપણા જીવનમાં છે. જીવન ઘડતરમાં પિતાની ભૂમિકા પણ વધુ હોય છે. પિતા તેમના સંતાનોને ખૂબ જ પ્રેમ કરતા હોય છે પરંતુ તેઓ આ વાત ખુલીને જતાવી શકતા નથી. પિતા સંતાનોની ખુશીમાં ખુશ અને તેમના દુઃખમાં દુઃખી રહે છે. દરેક પિતા તેમના સંતાનોની પ્રગતિ ઈચ્છે છે. તેઓ સંતાનોનું સારું સ્વાસ્થ્ય, સારું ભવિષ્ય, સારું એજ્યુકેશન, સારું ભવિષ્ય અને સારું જીવન ઈચ્છે જેથી ક્યારેક ઠપકો આપે છો તો એ સંતાનોના હિત માટે જ હોય છે તેને ક્યારેય કડવાશ ભરી નજરે ના જુઓ. આ ઠપકાને જીવન ઘડતરનો હિસ્સો બનાવીને આગળ વધો અને હંમેશા પિતા પર પ્રેમ વરસાવતા રહો.”

TejGujarati