શ્રી ગુજરાતી સેવા મંડળ માં થયું પૂર્ણાનંદ સત્સંગ નું આયોજન:-
સિકંદરાબાદ સ્થિત ગુજરાતી સમાજ શ્રી ગુજરાતી સેવા મંડળ માં પૂર્ણાનંદ સત્સંગ નું આયોજન તા.૧૬ મી જુન નાં રોજ કરવામાં આવ્યું હતું.એમા સદગુરુ શ્રી રમેશ જી અને ગુરુમાં પધાર્યા હતાં. હૈદરાબાદ- સિકંદ્રાબાદ સ્થિત વિભિન્ન સંસ્થાઓ નાં માનવંતા સત્સંગીઓ સભામાં
હાજરી આપી હતી.
પરમ પૂજ્યા ગુરુ મા એ સભા માં સંબોધન કર્યું હતું.ત્યાર બાદ આદરણીય
સદગુરુ શ્રી રમેશ જી એ સભામાં હિન્દીમાં કર્મ નાં વિષય પર સમજાવ્યું હતું. કર્મો નું ફળ તો સૌએ ભોગવવું જ પડે છે.
એટલે જ આપણે સૌ એ ફરી ફરી જન્મ લેવો પડે છે.
આપણો ફરી થી જન્મ ન થાય એને મોક્ષ થયો છે અથવા તો મુક્તિ મળી ગઈ છે , એવું કહેવાય છે. આ માટે પરમ પૂજ્ય સદગુરુ એ આપણાં
પુરાણો વેદો ઉપનિષદો રામાયણ અને મહાભારતનાં દાખલાઓ આપ્યાં હતાં. સેવા મંડળ નાં
માનદ અધિકારીઓ અને લવ ફોર કાવ નાં માનદ અધિકારીઓ હાજર રહ્યાં હતાં. લવ ફોર કાવ નાં ટ્રસ્ટી, શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ-સિકંદરાબાદ સોસાયટી નાં અધ્યક્ષ શ્રી તરુણ ભાઈ મહેતા , શ્રી મયૂર ભાઈ પુરોહિત, પરમેશ્વરી શર્મા એ લવ ફોર કાવ નું સ્મૃતિ ચિન્હ
પ્રદાન કર્યું હતું. શ્રી ગુજરાતી સેવા મંડળ નાં માનદ અધિકારીઓ માં ટ્રસ્ટી શ્રી જશભાઈ પટેલ,માનદ સચિવ શ્રી જનક ભાઈ બ્રહ્મ ભટ્ટ તેઓએ શાલ અર્પિત કરી હતી. શ્રી ગુજરાતી સત્સંગ ની પહેલાં અલ્પાહાર ની વ્યવસ્થા રાખવામાં આવી હતી.
તા.ક.
આદરણીય વડીલ શ્રી તરુણ ભાઈ મહેતા આ ત્રણેય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.