ખેડુતો દ્વારા કૃષિ તેમજ વિજળી સહીતની વિવિઘ રજૂઆતોનો ઉકેલ

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નર્મદા વન ડે – વન ડિસ્ટ્રિક્ટ’ કાર્યક્રમનો પડઘો

ખેડુતો દ્વારા કૃષિ તેમજ વિજળી સહીતની વિવિઘ રજૂઆતોનો ઉકેલ

ઉર્જામંત્રી મુકેશભાઈ પટેલ સાથે સાંસદ મનસુખ વસાવાએ વીજળીને લગતા પ્રશ્નોની કરી ચર્ચા

રાજપીપલા, તા18

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ના ‘વન ડે – વન ડિસ્ટ્રિક્ટ’ કાર્યક્રમમાં
ખેડુતો દ્વારા કૃષિ તેમજ વિજળી સહીતની વિવિઘ રજૂઆતો કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં નર્મદા જિલ્લા કલેકટર કચેરી ખાતે ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી મુકેશભાઈ પટેલ ની અધ્યક્ષતામાં વિજ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળીહતી.જેમાં વીજળીને લગતા વિવિધ પ્રશ્રો અંગે ની ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રશ્નોમાં
1-રાજપીપલા ટાઉન ખાતે અંડર ગ્રાઉન્ડ વીજ કેબલની કામગીરી,2- નવા ખેતી વાડી વીજ જોડાણ માટે નવા ટ્રાન્સફોર્મર ફાળવવા,
3- ચિકદા સબ ડિવિઝન બાયફરકેશન અંગે,4- ગુજરાત પેટર્ન યોજનામાં ખેતીવાડી વીજ જોડાણ આપવા અંગે,
5- ફુલસર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠો બંધ હોય જે બહાલ કરવા અંગે પ્રજાને લગતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી વહેલી તકે નિરાકરણ લાવવા અંગે ની રજૂઆત કરી હતી.જેમાં સાંસદ મનસુખ વસાવા સાથે નર્મદા જિલ્લા કલેકટર, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રયુશાબેન, જિલ્લા ભાજપના પ્રમુખ ઘનશ્યામ પટેલ , દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડી સહીત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાહતા.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati