ઉનાળુ વેકેશન અને શનિ રવિની રજામાં બે દિવસમાંસ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે50 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ઉનાળુ વેકેશન અને શનિ રવિની રજામાં બે દિવસમાં
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે
50 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા

ગરમીમાં પ્રવાસીઓ માટે મોટા શેડ, પીવાના પાણીની સુંદર વ્યવસ્થા

રાજપીપલા, તા6

શાળા-કોલેજોમાં ઉનાળુ વેકેશન શરૂ થતાજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.વેકેશનના શનિવાર અને રવિવારબે દિવસમાં જ 50હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યાં હતા. બધી ટિકિટોનું બુકીંગ ફૂલ થઈ ગયું હતું.નર્મદા જિલ્લામાં એકતા નગર ખાતે આવેલ વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર પટેલની પ્રતિમા જ્યાં આવેલી છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં સરકારે પ્રવાસીઓના આકર્ષણ માટે દર વર્ષે નવા પ્રોજેક્ટ મૂકે છે જે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસીઓની પહેલી પસંદ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના પ્રોજેક્ટની છે. રવિવારે ૪૦ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન હોવા છતાં પણ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પહોંચ્યા હતા. જોકે પ્રવાસીઓને ગરમીનો સામનો ન કરવો પડે તે માટે શેડ બનાવાયા છે. પીવાના ઠંડા પાણીની તથા અન્ય ટ્રાન્સપોર્ટની સારી સુવિધાઓ કરવામાં આવી છે. આગામી દિવસોમાં વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યા હજુ વધે તેવી શક્યતા છે.

નાગપુર મહારાષ્ટ્રથી આવેલી સુમતી વિશ્વાસે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મેં સ્ટેચ્યુ વિશે ઘણું સાંભળ્યું હતું વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોવાની અદમ્યઈચ્છા હતી આજે મારી ઈચ્છા પુરી થઈ છે ખૂબ સુંદર પ્રતિમા અમે સુંદર વ્યવસ્થા હોવાનું જણાવ્યું હતું જયારે શિરડીથી પોતાના મિત્ર વર્તુળ સાથે પધારેલ નીતિન ગાયકવાડે જણાવ્યું હતુંકે અમે પહેલી વાર વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાજોવા આવ્યા છે. આજે અમને ગૌરવ થાય છે કે
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અમારા દેશમાં છે અહીં ગરમી થી બચવા શેડ, પાણીની અન્ય સારી સુવિધાઓ છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati