બિન્દાસ આર્ટિસ્ટ ગ્રુપ આયોજીત “ ફિએસ્ટા ઈન્ટરનેશનલ ઓનલાઈન આર્ટ એક્ઝીબિશન-૨૦૨૨ “ માં અમદાવાદના તસવીરકાર , ચિત્રકાર, લેખક અને સ્કૂલ પ્રિન્સિપાલ ડો. હેમંત પંડ્યાને સિલ્વર એવોર્ડ રૂ.૫૦૦૦/- રોકડ ઇનામ મળેલ છે. જ્યુરી મેમ્બર તરીકે પાંચ ભારતીય ચાર વિદેશી (બ્રિટન,સ્પેન,આર્જેન્ટિના,થાઈલેન્ડ) ના કલાકારોએ સેવા આપી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે હેમંત પંડ્યાને એવોર્ડ મળતાં ગુજરાતના કલા અને શિક્ષણ ક્ષેત્રે હર્ષની લહેર પ્રસરી છે.
