ત્રણ વર્ષમા ૨૩ હજાર કિલોમીટરનું અંતર કાપ્યુંકૂલ 905 રાઈડ કરી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રમત જગત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

રાજપીપળાના તબીબ રાજકુમાર ભગત છેલ્લા ત્રણ વર્ષથી સતત સાયકલિંગ કરે છે

ત્રણ વર્ષમા ૨૩ હજાર કિલોમીટરનું અંતર કાપ્યું
કૂલ 905 રાઈડ કરી

સાઇકલિંગથી આખો દિવસ સ્ફૂર્તિ રહેછે, થાક નથી લાગતો, વજન ઘટે છે

રાજપીપલા, તા.3

આજે વિશ્વ સાયકલિંગ દિવસ છે. કાર, બાઈક ના જમાનામાં આજે સાઇકલનુ જરાયે મહત્વ ઘટ્યું નથી.આરોગ્ય માટે ની ઉત્તમ કસરત ગણાય છે. માત્ર શાળા કોલેજમા સાઇકલ વાપરતા વિદ્યાર્થીઓ ઉપરાંત મોટેરાઓ પણ હવે સાયકલિંગકરતા થયાં છે. રાજપીપલા સિવિલ હોસ્પિટલમા ફરજ બજાવતાડૉ. રાજકુમાર ભગત ને સાઇકલિંગનો ખૂબ શોખ છે.

રાજપીપળાનાજાણીતા તબીબ રાજકુમાર ભગત છેલ્લા ત્રણ વર્ષથી સતત સાયકલિંગ કરે છે. આજે વિશ્વાસ સાયકલ દિવસ હોવાથી આજના દિવસે તેમણે વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે 2019 થી સાયકલિંગ કરું છું. અત્યાર સુધીમાં એ 23000 કિલોમીટરનું અંતર કાપ્યું છે. જેમાં ત્રણ વખત 50 કિલોમીટર અને સાત વખત 100 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. અત્યાર સુધીમાં એમણે 905 જેટલી સાયકલિંગની રાઈડ કરી છે.
પોતે ડોક્ટરનો વ્યવસાય કરતા હોવાથી આરોગ્ય માટે સાઇકલિંગ બેસ્ટ હોવાનુ તેમણે જણાવ્યું હતું.સપ્તાહમાં ત્રણથી ચાર દિવસસાયકલિંગ
કરે છે. તેના ફાયદા વિશે તેમણે જણાવ્યું હતું જો તમે 20 કિલોમીટર જેટલું સાયકલિંગ કરો તો આખો દિવસ સ્ફૂર્તિ રહે છે. અને જરા પણ થાક લાગતો નથી.સુસ્તી લાગતી નથી. અને વજન પણ ઘટે છે. આરોગ્ય માટે સાઇકલિંગ બેસ્ટ એક્સરસાઇઝ હોવાનું જણાવ્યું હતું.

તસવીર દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati