અમદાવાદ
સંજીવ રાજપૂત
અમદાવાદ ના જશોદાનગર ચાર રસ્તા પર પીવા ના પાણી ની લાઈનમા ભંગાણ પડ્યું
અમદાવાદના વટવા GIDC થી જશોદાનગર આવતા માર્ગ પર ઈન્દુલાલ યાજ્ઞિક ઓવરબિજ ની બાજુ મા PF સ્કુલ ના ગેટ નજીક પીવા ના પાણી ની પાઈપ લાઈન મા આજે સવારે છ કલાક બાદ પાણી નો સ્પલાય શરુ થતા ની સાથે જ ઉંચા ફુવારા ઓ ઉડી ને પાણી વરસાદી પુર ની જેમ અડધો કિલોમીટર જશોદાનગર GIDC પોલિસ ચોકી થી ફાયરબિગેડ થઈ ને કેનાલ નજીક ની ગટર લાઈન સુધી પાણીનો રેલો જતા જોવા મળ્યો. પીવા ના શુધ્ધ લાખો લીટર પાણી નો વેડફાટ થતા જશોદાનગર સકઁલ પાણી પાણી થઈ ગયું હતું.
જશોદાનગર સકઁલ થી ૧૦૦ ફુટ ના અંતરે જ વિશાળ પાણી ની ઓવરહેડ અને અંડર ગાઉઁન્ડ પાણી ની ટાંકી અને ઓફિસ આવેલ હોવા છતા સવારે આઠ કલાક સુધી પણ પાણી ખાતા ના કોઈ અધિકારી કે કમઁચારી આ પાણી ના બગાડ ને અટકાવવા માટે ફરક્યા ન્હોતા
એક તરફ શહેર ના અનેક વિસ્તારો મા પીવા ના પાણી અપુરતા પેશર થી પાણી ન આવતા હોવાની ફરિયાદો વચ્ચે પાણી ખાતા ની બેદરકારી ને લીધે લાખો લીટર પીવા નું ચોખ્ખું પાણી નજર સામે સીધું જ ગટર મા વેડફાઈ જતુ જોઈ ને નાગરિકો મા ભારે રોષ ફેલાયો
ખાનગી વીજ કંપની ટોરેન્ટ પાવર ના કેબલ ના નાંખવા ના કામ ને લઈ ને આજે સવારે આ પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.