ભાવનગર શહેરના નવાબંદર રોડ પર ગોઝારો અકસ્માત

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ભાવનગર શહેરના નવાબંદર રોડ પર ગોઝારો અકસ્માત ; 4 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત
ભાવનગર શહેરની નજીક આવેલ નવાબંદર રોડ આજે વહેલી પરોઢે સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતની ગોઝારી ઘટના બની છે અને જેમાં ચાર લોકોના સ્થળ પર મોત નિપજ્યા છે હૈયું હચમચાવતી ઘટનાની મળતી વિગતો મુજબ ભાવનગર શહેરના નવાબંદર રોડ પર આજે વહેલી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે ધડાકાભેર અકસ્માતની દુર્ઘટના સર્જાઇ છે સ્વીફટકારમાં રહેલા સવાર ચાર લોકોના સ્થળ પર નિપજ્યા હતા બનાવને લઈ ૧૦૮ અને પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે હાલ કારમાં સવાર ચાર લોકોના મૃતદેહ હજુ કારમાં ફસાયેલા છે જેને બહાર કાઢવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે બનાવની વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે..

TejGujarati