પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમા વિશાળ પેજ સમિતિનુ વિશાળ સંમેલન યોજાયું.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

DEEPAK JAGTAP (RAJPIPLA )
NARMADA

રાજપીપલા મા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત “વન ડે વન ડીસ્ટ્રીક “કાર્યક્રમ અંતર્ગત

પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમા વિશાળ પેજ સમિતિનુ વિશાળ સંમેલન યોજાયું.

આંબેડકરની પ્રતિમાને ફુલહાર બાદ ખુલ્લી જીપમા જંગી રેલી નીકળી

જીન કમ્પાઉન્ડ મા પેજ સમિતિ નું વિશાલ સંમેલનના જંગી જન મેદની ને સંબોધતા સી આર પાટીલ

નર્મદાની બન્ને વિધાન સભાની સીટો ઉપરાંત ઝગડિયાની બેઠક પણ જીતવાની ખાત્રીઅપાઈ

આપ, બીટીપીના સૂપડા સાફ થઈ જશે.

નર્મદા જિલ્લામાં પ સાયન્સ સેન્ટર માટે 10 કરોડ મંજૂર

544 ગામે નો સર્વ પણ સર્વે પણ કરી દીધો

રાજપીપલા, તા 30

રાજપીપલા મા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત “વન ડે વન ડીસ્ટ્રીક “કાર્યક્રમ અંતર્ગત બે દિવસ નો કાર્યક્રમ શરૂ થયો હતો. પ્રથમ દિવસે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું આગમન
આંબેડકરની પ્રતિમા ને ફુલહાર કરી ખુલ્લી જીપ મા ભવ્ય રેલીમા નીકળ્યા હતા. જે રેલી લોક આકર્ષણનું કેન્દ્ર બનીહતી ત્યાર બાદ જીન કમ્પાઉન્ડ મા પેજ સમિતિ નું વિશાલ સંમેલનમા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પેજ પ્રમુખ અને પેજ સભ્યોને સી આર પાટીલે સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને છોટાઉદેપુર ના સાંસદ ગીતાબેન રાઠવા એ નર્મદા જિલ્લાની બંને વિધાનસભાની સીટો જીતાડવાની ખાતરી આપી હતી.અને ગુજરાતની 182 તમામ વિધાનસભા ની સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો
જ્યારે સાંસદ મનસુખભાઇ એ આમ આદમી પાર્ટી અને બીટી તથા કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા મનસુખભાઈએ જણાવ્યું હતું કે નર્મદાની બે બેઠકો ઉપરાંત ઝઘડિયા ની સીટ પણ અમે જીતી બતાવીશું.છોટુભાઈ વસાવા આદિવાસીઓના મસીહા નથી એમ જણાવી જે લોકોના કામો કરે છે એ જ સાચા આદિવાસી મસીહાછે.તેમણે એમ પણ જણાવ્યું હતું કોંગ્રેસ તો ક્યાંય મેદાનમાં નથી જ.આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને બીટીપી ના સુપડા સાફ થઈ જવાના છે

આ પ્રસંગે સીઆર પાટીલે પેજ સમિતિના સદસ્યોના સંબોધતા જણાવ્યું હતું રાજપીપળામાં આજે રેલીનહીં પણ રેલો મેં જોયો છે. નર્મદા જિલ્લાની બે જ સીટો છે આજે ૨૫ હજારથી વધુ જનમેદનો રેલો જોયા પછી કોઈપણ પાર્ટીને ઉમેદવારનહીં મળે. એની ડિપોઝીટ ગુમાવવાની તૈયારી હશે તોજ એ ફોર્મ ભરશે.પછી તો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ જશે
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દરેક ક્ષેત્રમાં આદિવાસીઓનો વિકાસ થાય માટે કેન્દ્રની અને રાજ્યની સરકાર કામ કરી રહી છે.આજે આદિવાસી દિકરો પ્લેન ઉડાવીને આખા દુનિયામા ફરે છે.દરેક ક્ષેત્રમાં આદિવાસી ભાઈ-બહેનોએ ડંકો વગાડ્યો છે.
.કોઈ દેશે મફત વેક્સિન કે આ અનાજ મફત આપ્યું નથી.ઉપરાંત પાડોશી દુશ્મન દેશોથી પણ બચાવ્યા છે.
દરેક પેજ સમિતિનાં સભ્યોએ તાકાત બતાવવાની છે નરેન્દ્રભાઈમોદીના અશ્વમેઘ યજ્ઞનો ઘોડો નીકળી પડ્યો છે. એને રોકવાની કોઈની તાકાત નથી.

નર્મદા જિલ્લામાં પહેલીવાર સાયન્સ સેન્ટર માટે 10 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.544 ગામે નો સર્વ પણ સર્વે પણ કરી દીધો છે. દરેક ગામને પાકા રસ્તા અને ખેતર સુધી કાચા રસ્તા બનાવવાનું પણ વચન આપ્યું છે. દરેકખેતરમા સિંચાઈનું પાણી મળે એ માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું

બાઈટ :ભરત ડાંગર, મેયર, વડોદરા

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati