ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત “વન ડે વન ડીસ્ટ્રીક “કાર્યક્રમ અંતર્ગત

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

રાજપીપલા મા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત “વન ડે વન ડીસ્ટ્રીક “કાર્યક્રમ અંતર્ગત

પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમા વિશાળ પેજ સમિતિનુ વિશાળ સંમેલન યોજાયું.

આંબેડકરની પ્રતિમાને ફુલહાર બાદ ખુલ્લી જીપમા જંગી રેલી નીકળી

જીન કમ્પાઉન્ડ મા પેજ સમિતિ નું વિશાલ સંમેલનના જંગી જન મેદની ને સંબોધતા સી આર પાટીલ

નર્મદાની બન્ને વિધાન સભાની સીટો ઉપરાંત ઝગડિયાની બેઠક પણ જીતવાની ખાત્રીઅપાઈ

આપ, બીટીપીના સૂપડા સાફ થઈ જશે.

નર્મદા જિલ્લામાં પ સાયન્સ સેન્ટર માટે 10 કરોડ મંજૂર

544 ગામે નો સર્વ પણ સર્વે પણ કરી દીધો

રાજપીપલા, તા 30

રાજપીપલા મા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત “વન ડે વન ડીસ્ટ્રીક “કાર્યક્રમ અંતર્ગત બે દિવસ નો કાર્યક્રમ શરૂ થયો હતો. પ્રથમ દિવસે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું આગમન
આંબેડકરની પ્રતિમા ને ફુલહાર કરી ખુલ્લી જીપ મા ભવ્ય રેલીમા નીકળ્યા હતા. જે રેલી લોક આકર્ષણનું કેન્દ્ર બનીહતી ત્યાર બાદ જીન કમ્પાઉન્ડ મા પેજ સમિતિ નું વિશાલ સંમેલનમા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પેજ પ્રમુખ અને પેજ સભ્યોનેસી આર પાટીલે સંબોધન કર્યું હતું.

ટાઉનહોલ મા શિક્ષક સંમેલનમા શિક્ષકોના પ્રશ્નો ઉકેલવાની ખાત્રી સી આર પાટીલે આપીહતી

આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને છોટાઉદેપુર ના સાંસદ ગીતાબેન રાઠવા એ નર્મદા જિલ્લાની બંને વિધાનસભાની સીટો જીતાડવાની ખાતરી આપી હતી.અને ગુજરાતની 182 તમામ વિધાનસભા ની સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો
જ્યારે સાંસદ મનસુખભાઇ એ આમ આદમી પાર્ટી અને બીટી તથા કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા મનસુખભાઈએ જણાવ્યું હતું કે નર્મદાની બે બેઠકો ઉપરાંત ઝઘડિયા ની સીટ પણ અમે જીતી બતાવીશું.છોટુભાઈ વસાવા આદિવાસીઓના મસીહા નથી એમ જણાવી જે લોકોના કામો કરે છે એ જ સાચા આદિવાસી મસીહાછે.તેમણે એમ પણ જણાવ્યું હતું કોંગ્રેસ તો ક્યાંય મેદાનમાં નથી જ.આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને બીટીપી ના સુપડા સાફ થઈ જવાના છે

આ પ્રસંગે સીઆર પાટીલે પેજ સમિતિના સદસ્યોના સંબોધતા જણાવ્યું હતું રાજપીપળામાં આજે રેલીનહીં પણ રેલો મેં જોયો છે. નર્મદા જિલ્લાની બેગ સીટો છે આજે ૨૫ હજારથી વધુ જનમેદનો રેલો જોયા પછી કોઈપણ પાર્ટીને ઉમેદવારનહીં મળે. એની ડિપોઝીટ ગુમાવવાની તૈયારી હશે તોજ એ ફોર્મ ભરશે.પછી તો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ જશે
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દરેક ક્ષેત્રમાં આદિવાસીઓનો વિકાસ થાય માટે કેન્દ્રની અને રાજ્યની સરકાર કામ કરી રહી છે.આજે આદિવાસી દિકરો પ્લેન ઉડાવીને આખા દુનિયામા ફરે છે.દરેક ક્ષેત્રમાં આદિવાસી ભાઈ-બહેનોએ ડંકો વગાડ્યો છે.
પ્રધાનમંત્રી આદિવાસી ઉત્કર્ષ ની વાત કરે છે.આદિવાસી ભાઈ ઓ આજે પ્લેન લઈ ને ઊંડે છે.આદિવાસીઓ માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર ની BJP સરકાર કામ કરે છે,
૧૦૦ વર્ષ પહેલાં બીમારી નહિ પણ ભૂખમરા થીલોકો  મર્યા હતા પણ આ કોરોના કાલ માં વેક્સીનન ની શોધ થઈ અને આપણે સલામત છીએ..દરિયાઈ માર્ગે બંધ હતો છતાં આપણા દેશનાં વિજ્ઞાનિકોએ વેકસીન શોધી. એ નરેન્દ્રભાઈમોદીની કુનેહ છે દરેક ને મફત વેક્સિન આપી દેશ નાં દરેક લોકો ને સુરક્ષિત કર્યા એક નહિ પણ બે  વેક્સિન આપી.૨૦૧૪ પહેલાના પ્રધાનમંત્રી ધીમી ગતિ નાં સમાચાર હતા.એમ જણાવી નામ લીધા વિના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે તેમના સમય માં કોરોના આવ્યો હોત તો તેઓ પાંચ વર્ષ કશું વિચારતા નહિ.પણ સદનસીબે ૨૦૧૪ મા નરેન્દ્રભાઈ મોદી પીએમ હતા. અને જાન બચી.આજે પણ આપણને બે વર્ષથી મફત રાશન મળે છે.જેને કારણે એક પણ વ્યક્તિ ભૂખ્યો સૂતો નથી . નરેન્દ્રભાઈમોદી ની આ યોજના ને કારણે દરેક ને ભોજન મળે છે.કોઈ દેશે મફત વેક્સિન કે આ અનાજ મફત આપ્યું નથી.ઉપરાંત પાડોશી દુશ્મન દેશોથી પણ બચાવ્યા છે.આતંકવાદી હુમલાઓને સાફ કર્યા છે.પહેલા પણ આજ પોલીસ અને આ જવાન હતા.દેશને સુરક્ષિત કરી વડાપ્રધાન  મોદી દેશ ને સુરક્ષિત રાખવા  પ્રયત્નશીલ છે. દરેક પેજ સમિતિ નાં સભ્યો એ તાકાત બતાવવાની છે નરેન્દ્રભાઈમોદીના અશ્વમેઘ યજ્ઞનો ઘોડો નીકળી પડ્યો છે. એને રોકવાની કોઈની તાકાત નથી.કેમકે આટલી મોટી સેના તેનું રક્ષણ કરેછે. આખા ગુજરાત માં આજે મેસેજ આપ્યો છેકે જિલ્લાના આદિવાસી સભ્યો બીજેપીની પડખે છે.

નર્મદા જિલ્લામાં પહેલીવાર સાયન્સ સેન્ટર માટે 10 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.544 ગામે નો સર્વ પણ સર્વે પણ કરી દીધો છે. દરેક ગામને પાકા રસ્તા અને ખેતર સુધી કાચા રસ્તા બનાવવાનું પણ વચન આપ્યું છે. દરેકખેતરમા સિંચાઈનું પાણી મળે એ માટે સરકાર કટિબદ્ધછે.તેમણે કોરોના માં લોકો મરી રહ્યાત્યારે હતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતના દરેક લોકોને મફત વેક્સીન અ પાવી આ કોરોના મહામારી માંથી બચાવ્યા છે. જેને કારણે આજે આપણે સુરક્ષિત રહી શક્યા છીએ.તે માટે તેમણે વડા પ્રધાનનો આભાર માન્યો હતો
કાર્યક્રમનું સફળ સઁચાલન જિલ્લા મહામઁત્રી નીલરાવે કર્યું હતું

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati