સિગારેટ ઉપર કે ડબ્બી ઉપરચેતવણીની છાપ વગરનોગેરકાયદેસર સિગારેટનો જથ્થો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

રાજપીપલા નટરાજ પાનહાઉસ પર પોલીસની રેડ

સિગારેટ ઉપર કે ડબ્બી ઉપર
ચેતવણીની છાપ વગરનો
ગેરકાયદેસર સિગારેટનો જથ્થો ઝડપાયો

આરોપી સામે કાર્યવાહી

રાજપીપલા,તા.29

રાજપીપલા નટરાજ પાનહાઉસ પર પોલીસે રેડકરતા દોડધામ મચી જવા પામી હતી.પાનહાઉસપર વેચાણ માટે રાખેલ
સિગારેટ ઉપર કે ડબ્બી ઉપર
ચેતવણીની છાપ વગરનો
ગેરકાયદેસર સિગારેટનો જથ્થો મળી આવતા એસઓ જી પોલીસે ગેરકાયદેસર મુદ્દા માલ ઝડપી આરોપીસામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે રાજપીપલા પોલીસ. મથકે ફરીયાદી અ.હે.કો.આનંદકુમાર સુકલભાઇ વસાવા, એસ.ઓ.જી.શાખા,નર્મદા એ
આરોપી સુરેન્દ્રકુમાર અરવિંદભાઇ ગીરીસાગર રહે.જોષીખડકી સામેસિગારેટ અને બીજી તમાકુ ઉત્પાદન અને વહેચણીઅને પુરૂ પાડવા પરના પ્રતિબંધ અધિનીયમ-૨૦૦૩ ની કલમ ૭,૮,૯,૨૦ મુજબ ફરિયાદ દાખલ કરી છે

ફરિયાદની વિગત અનુસાર
આરોપીએ ગે.કા. સિગારેટના ESSE LI GHIS super slimકંપનીના શીલ બંધ કુલ-૨૦પેકેટ તથા ત્રીજા તુટેલા પેકેટમાં ૫ ડબ્બી મળી કુલ ૨૫ ૨૫ ડબ્બીઓમાં કુલ ૫૦૦ સિગારેટ તથા D ARUMબ્લેક કંપનીના કાળા કલરના સિગારેટના બે સીલબંધ પેકેટોમાંકુલ-૪૦ તથા તુટેલી હાલતવાળા પેકેટમાં 13 સિગારેટ મળી કુલ- ૫૫૩ સીગારેટ કુલ કિ.રૂ.૫૫૩૦/- ની સિગારેટમળી આવેલ. જે સિગારેટ ઉપર કે ડબ્બી ઉપર કોઇ જગ્યાએ સહેલાઇથી દેખાઈ શકે તે રીતે ચેતવણીની છાપ જેવી કે સ્કલ ક્રોસબોન વર્ડ વોર્નીંગ કે કેન્સર ની બિમારી દર્શાવતી કોઇ છાપ કે છબી છાપેલ નથી. તથા અંગ્રેજી કે ભારતીય ભાષામા ચેતવણીદર્શાવ્યા વગરના ગે.કાના મુદ્દામાલ સાથેરાખતા પકડાઇજતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati