સમય અને અવકાશ ના કોઈ ગેબી વળાંક પર ઓચિંતા મળી ગયેલા ડોસો-ડોસી ઘર માંડીને રહેવાનું નક્કી કરે અને એમના સંતાનો બંને ના નિર્ણયને ઉમળકે વધાવે તો માનવું કે સમાજ સ્વસ્થ છે…
ભગવાને પાછલી ઉંમર નું નિર્માણ સડવા માટે નથી કર્યું…
ગંદા સમાજ ની સૌથી ખરાબ ઉક્તિ કઈ ???
“ઘરડી ઘોડી ને લાલ લગામ “
આપણે ક્યારે સુધારીશું ???
આખો ને આખો સમાજ ઘરડો છે,
એમાં પાછલી ઉંમરે પાનખર ને બદલે વસંતચર્ય માણવું એ અપરાધ છે…
બધા આશ્રમોમાં બસ મોક્ષની કે નિર્વાણની જ વાતો !!!
મોક્ષ એ અંતિમ લક્ષ છે એની નાં નથી પણ જીવન છે ત્યાં સુધી આનંદ થી જીવવાનો દરેક ને હક છે…
આ રુગ્ણ સમાજ માં વૃદ્ધાવસ્થા નો સંબંધ પાંજરાપોળ સાથે છે…
પોસ્ટ લખવામાં કોઈ વિવેક ચૂક થઇ હોય તો માફ કરશો…🙏🏻🙏🏻