31મી મે ના રોજ નર્મદા જિલ્લામા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત “વન ડે વન ડીસ્ટ્રીક “કાર્યક્રમ
પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો 30,31મીએ નર્મદામા દ્વિ દિવસય ભરચક કાર્યક્રમ
રાજપીપલામા જંગી રેલી, જાહેર સભામા ચૂંટણીલક્ષી કાર્યક્રમોની ભરમાર
રાજપીપલા, તા26
2022મા ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોવાથી તમામ રાજકીય પક્ષઓ સક્રિય થયા છે. ત્યારે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત કાર્યકરોને કામે લગાડવામાં આવ્યા છે. ગુજરાત ભાજપે (એક દિવસ એક જિલ્લો)નામની નવી રણનીતિ ઘડી છે.ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘વન-ડે વન-ડિસ્ટ્રિક્ટ’ કાર્યકમ અંતર્ગત સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ વન-ડે વન-ડિસ્ટ્રિક્ટ’ કાર્યકમ યોજી તમામ લોકો સુધી પહોચવાનો પ્રયત્ન કરી રહ્યા છે.એક દિવસ24કલાકનો સમય ફાળવી લોકો અનેપક્ષ ના કાર્યકરોને તેઓ સાંભળશે.તેમના કાર્યકમો સફળ પણ થઈ રહ્યા છે. એનાથી અન્ય પક્ષો ફફડી ઉઠ્યા છે.
હવે 30,31મી એ
પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ બે દિવસ નર્મદા જિલ્લાની મુલાકાતે ભરચક કાર્યક્રમોનો રસથાળ લઈને આવી રહ્યા છે.જેમાં30મીએ
રાજપીપલામા ભાજપાની જંગી રેલી,અને જીન કમ્પાઉન્ડમા જંગી જાહેર સભાનુ આયોજન થયું છે.આ બે દિવસમા ચૂંટણીલક્ષી કાર્યક્રમોની ભરમાર રહેશે
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની અધ્યક્ષતા હેઠળ અને ગુજરાત પ્રદેશભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પટીલની પ્રેરક ઉપસ્થિતિમાં 31મીએ “ વન ડે વન ડિસ્ટ્રીકટયોજના અંતર્ગત નર્મદા જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કાર્યક્રમ માં ૫.પૂજય પ્રાંત વંદનીય સંતો,મહંતો,કથાકારો,સાહિત્યકારો તેમજ વિવિધ ક્ષેત્રના કલાકારો,તબીબો ,સી.એ.,
ધારાશાસ્ત્રીઓ ,ઉદ્યોગપતિઓ,વેપારીઓ,એમ.આર.,શેર બજાર ના ઇન્વેસ્ટર્સ, શિક્ષકો,રિટાયર્ડઅધિકારીઓ ,કર્મચારીઓ,સહકારી આગેવાનો,ખેડુત આગેવાનો,
સમાજના આગેવાનો,યુનિયન આગેવાનો,કો.ઓ.બેન્ક અને સંસ્થાઓ,અને વર્તમાન ડિરેકટર,માજી ડિરેકટરો,
દિવ્યાંગો,વિધવા બહેનો,સરકારી યોજનાના લાભાર્થીઓ, મજુર અને કામદારો,એન.જી.ઓ, સાથે
સીધો સંવાદ કરશે.
એકજ દિવસમા સતત કાર્યક્રમો સમય બધ્ધ રીતે જુદા જુદા મુકરર કરેલા સમયે
સરદાર ટાઉન હોલ, આંબેડકર ભવન, પટેલ છાત્રાલયમા દરેક કાર્યક્રમમા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહેશે
પહેલી વાર દરેક સમાજના લોકો, સંસ્થાઓ, કર્મચારીઓ સાથે સીધો સંવાદ કરશે. અને
દરેક લોકો પોતાના પ્રશ્નોની રજુઆત પણ કરશે. અને તેમને સાંભળશે.આમ આ વિસ્તારના નાના મોટા પ્રશ્નો સરકાર ઉકેલી ન્યાય આપવાનો પ્રયત્ન કરશે.
આ કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ નર્મદા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સતત કાર્યકરતાઓની, આગેવાનોની બેઠકો યોજી તમામને વ્યવસ્થિત જવાબદારી સોંપવામાં આવી છે. શિસ્તને વરેલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સૈનિકોની જેમ પડખે રહીને કાર્યક્રમને સફળ બનાવવા ખભે ખભા મિલાવીને ભારે જહેમત ઉઠાવીને કામ કરી રહ્યા છે. જેમાં જિલ્લા મહામંત્રીઓ
નીલ રાવ,વિક્રમભાઇ તડવી,
રમેશભાઇ વસાવા, ઉપ પ્રમુખ
અનિરુદ્ધસિંહ ગોહિલ સહીત ભાજપી આગેવાનોની અંગત રસ લઈનેકરાતી કામગીરીની સક્રિયતા ઉડીને આંખે વળગે તેવી છે.
આ અંગે રાજપીપલા ખાતે સર્કિટ હાઉસમા ભરચક કોન્ફરન્સ હોલમાં જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે વન ડે વન ડીસ્ટ્રીક કાર્યક્રમ અંગેની તૈયારીઓઅંગે મહત્વની બેઠક બોલાવી હતી. જેમાં”વન ડે વન ડિસ્ટ્રિક્ટ’ કાર્યક્રમના સંદર્ભે રાજપીપળા ખાતે બેઠકનું આયોજન થયું.અહીં કાર્યક્રમના અનુસંધાને વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવીહતી.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા