તિલકવાડા તાલુકાના વનમાલા ગામમાં આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંરક્ષણ બ્યુરો ભારતનો સન્માન સમારોહ પ્રોગ્રામ યોજાયો.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

તિલકવાડા તાલુકાના વનમાલા ગામમાં આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંરક્ષણ બ્યુરો ભારતનો સન્માન સમારોહ પ્રોગ્રામ યોજાયો.

રાજપીપલા,તા 25

તિલકવાડા તાલુકાના વનમાલા ગામમાં દેવનારાયણ પરિવાર તેમજ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંરક્ષણ બ્યુરો ભારતનો સન્માન સમારોહ પ્રોગ્રામ યોજાયો હતો.

કાર્યક્રમના પ્રારંભે પધારેલ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ

આ પ્રસંગે વનમાલા પ્રાથમિક શાળાના બાળકોને તેમજ ગંગાસ્વરૂપ આ વિધવા બહેનોને દેવનારાયણ પરિવાર માંથી પધારેલ પૂજ્ય તારાચંદ બાપુએ આશિર્વચનપાઠવ્યા હતાહતા.જયારે અન્ય મહાનુભાવોએ પણ આશિર્વચન આપ્યા હતા.ત્યારબાદ બહેનોને સાડી આપી તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.તેમજ શાળાના બાળકોને ગણવેશ( ડ્રેસ) વિતરણ. નોટબુક,ડાયરી,કંપાસ,બોક્સ
વગેરેનું વિતરણ કરવામાં આવ્યુંહતું . ત્યારબાદ નારીશક્તિને ઉજાગર કરવા માટે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંરક્ષણ ભારતના પ્રભારી મંત્રી ફિરોજભાઈ મેમ દ્વારા નર્મદા જિલ્લામાં દક્ષાબેનની નર્મદા જિલ્લાના મહિલા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવીહતી. તેમજ દેવનારાયણ પરિવાર અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો ભારત દ્વારા ગંગા સ્વરૂપા બહેનો અને વનમાલા પ્રાથમિક શાળાના બાળકોની અમદાવાદ થી વધારે સિંગર સમીરા દાઉધાની મોજ સમીરખાન પઠાણે મધુર ગીતો સંભળાવી મનોરંજન પૂરું પાડ્યુંહતું.મુખ્ય મહેમાન શદેવનારાયણ પરિવારના (IHRPB)રાષ્ટ્રીય અધ્યક્ષ પૂજ્ય તારાચંદ બાપુ. ગુજરાત.મહારાષ્ટ્ર.રાજસ્થાનના પ્રભારી ફિરોજભાઈ મેમણ. સાધનાબેન સાવલિયા (IHRPB) ગુજરાત મહિલા પ્રમુખ. સિદ્ધાર્થ ભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા
અંતે શાળાના બાળકો તેમજ ગંગાસ્વરૂપા (વિધવા) બહેનોને ખીરનું ભોજન કરાવ્યુ હતું

તસવીર : દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati