મસ્જિદ પરના વિવાદોએ સમગ્ર ભારતમાં જોર પકડયું છે. ત્યાં જ વધુ એક મસ્જિદ નો વિવાદ સર્જાયો.
ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટની 13.37 એકર જમીન પર બનેલી શાહી મસ્જિદ ઈદગાહને હટાવવા સંબંધિત એક કેસમાં સોમવારે સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મસ્જિદ ઇદગાહ એ મંદિરનું ગર્ભગૃહ છે. કોર્ટે તેના સુધારાની માંગ કરી છે.