🎋 કોબા ખાતે દર ૨૨મી મે ના રોજ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ભાલે થાય છે સૂર્ય તિલક.🌞

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

🎋 દર ૨૨મી મે ના રોજ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ભાલે થશે સૂર્ય તિલક.🌞

🇦🇹 શ્રી કોબા તિર્થ

🌞 આજે બપોરે 2.07pm એ કોબા મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાન ને લલાટે થનારા સૂર્ય તિલકના દર્શન કરો અને વીર પ્રભુનો જય જયકાર કરો.

☝️ બોલો ત્રિશલા નંદન વીર કી,

જય બોલો મહાવીર કી.

👉 આજે સૂર્ય ઊર્જાની મહત્તા વધી રહી છે ત્યારે સૂર્યના પ્રત્યક્ષ ચમત્કાર જેવી ઘટના દર વર્ષે ૨૨મી મેના રોજ અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબાના દેરાસર🇦🇹 ખાતે જોવા મળે છે.

⚡ જે અંતર્ગત બપોરે ૨.૦૭ મિનિટે ભગવાન મહાવીર સ્વામીના ભાલે સૂર્ય તિલક અચુક થાય જ છે. આ નજારો અહીં વર્ષ-૧૯૮૭થી જોવા મળી રહ્યો છે.

📉 આ અંગે આચાર્ય અરુણોદયસાગરસૂરીશ્વરજીએ જણાવ્યું કે આ કોઇ ચમત્કાર નથી પરંતુ શિલ્પ શાસ્ત્ર, ગણિત શાસ્ત્ર અને જયોતિષ શાસ્ત્રના સમન્વયથી બનતી ઘટના છે.

રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીની પ્રેરણાથી ગણિતજ્ઞ અરવિંદસાગરજી મ.સા. અને અજયસાગરજી મ.સા.એ શિલ્પ-ગણિત અને જયોતિષ શાસ્ત્રના સમન્વયથી એવી રીતે આ દેરાસરનું નિર્માણ કરાવ્યું છે.

જૈનચાર્ય કૈલાસસાગર સૂરીશ્વરજી મ.સા.ને અંતિમ સંસ્કાર આ દિવસે અને આ સમયે આપવામાં આવ્યા હતા. તેની સ્મૃતિ કાયમી રહે તે હેતુથી આ દિવસ અને સમય પસંદ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે આ ઘટના થાય છે, તેનું કારણ છે કે સૂર્યની ગતિ નિશ્ર્વિત છે અને જયોતિષ શાસ્ત્ર મુજબ પણ સૂર્ય કયારેય વક્ર ગતિ નથી કરતો તે અનુસાર પણ ચોક્કસ સમયે એવી રીતે આ દેરાસરનું નિર્માણ થયું છે કે દર વર્ષે ૨૨મી મેના રોજ બપોરે ૨.૦૭ મિનિટે અહીં સૂર્ય તિલક થાય છે અને દેશભરમાંથી લોકો આ નજારો જોવા કોબા આવે છે.

ઘણાં વર્ષોથી આ સૂર્ય તિલક થાય છે અને હજુ સુધી કોઇ વાદળ કે કોઇપણ પ્રાકૃતિક આપદાને કારણે સૂર્ય તિલક ન થયું હોય એવો પ્રસંગ બન્યો નથી.

એક વાર એવું બન્યુ હતું કે, બપોરે વાદળ💭 ઘેરાઈ ગયા હતા અને સૂર્ય દેખાતો બંધ થયો હતો. પણ, બપોરે ૨.૦૫ કલાકે વાદળ હટી ગયા અને સૂર્ય તિલક થયું.

કદાચ આ વિશ્વનું એકમાત્ર જિનાલય કહી શકાય કે જ્યાં આ પ્રમાણે સૂર્ય તિલકનો નજારો જોવા મળે છે. સાથે જ આ અદ્‌ભુત ઘટના જીવનમાં યશ, કીર્તિ અને ઉન્નતિકારક બની રહે છે.

જૈન ધર્મમાં સૂર્યના વિષયને લગતું એક સ્વતંત્ર આગમ રચાયેલું છે. જેનું નામ સૂર્ય પ્રજ્ઞપિત્ છે.

ભારતીય પરંપરામાં સૂર્યનું ખૂબ જ મહત્વ છે. સૂર્યને આરોગ્ય આપનાર દેવ પણ કહેવામાં આવ્યા…

💫 બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય.

TejGujarati