એચ.એ.કોલેજમાં એઇડ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.સમાજના કોઇપણ વર્ગ સાથેનો ભેદભાવ અન્યાય સમાન છે: સંજય વકીલ

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ.વિભાગ, ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટ તથા લાયન્સ ક્લબ દ્વારા એઇડ્સગ્રસ્ત ભાઈઓ તથા બહેનો સાથે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમદાવાદના સાંસદ ડૉ. કિરીટ સોલંકી ઉપસ્થિત રહી પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. એચ.આઈ.વી. પોઝીટીવ ધરાવતા લગભગ ૩૦ ભાઈબહેનોને સાડી, શાલ તથા બ્લેન્કેટની કીટ આપવામાં આવી હતી. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કયું હતુ કે સમાજમાં રહેલા એચ.આઈ.વી. પોઝીટીવ ધરાવતા દરેક વ્યક્તીનું સન્માન જળવાવું જોઈએ. સંજોગોવસાત ભોગ બનેલ આવા દર્દીઓને પ્રેમ તથા લાગણીની સાથે માનવીય વ્યવહાર રાખવાથી તેમનું જીવન બોજારૂપ લાગતું નથી, આપણે સૌ જાણીએ છીએ કે આ ચેપીરોગ નથી. પ્રિ. વકીલે વધુમાં કયું હતુ કે સમાજના કોઇપણ વર્ગ સાથેનો ભેદભાવ અન્યાય સમાન છે. આથી તંદુરસ્ત સમાજની રચના કરવી હોય તો સમાનતાનો ભાવ કેળવી સૌની સાથે આદરભાવ રાખવો જોઈએ. કોલેજના ૩૦૦થી વધારે વિદ્યાર્થીઓ આવા સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઈ એક ઉત્કૃષ્ટ દાખલો આપ્યો હતો.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

TejGujarati
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share
 • 1
  Share

Leave a Reply