કુમકુમ મંદિર દ્વારા શ્રી ઈશ્વર ચરણદાસજી સ્વામીના જીવન ઉપર ડોક્યુમેન્ટરી પ્રકાશિત કરવામાં આવી…

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કુમકુમ મંદિર દ્વારા શ્રી ઈશ્વર ચરણદાસજી સ્વામીના જીવન ઉપર ડોક્યુમેન્ટરી પ્રકાશિત કરવામાં આવી…

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ- મણિનગર દ્વારા વચનામૃતના આચાર્ય સદગુરુ શ્રી ઈશ્વરચરણ દાસજી સ્વામીબાપા ના 155 માં પ્રાગટ્ય દિન પ્રસંગે સાધુ પ્રેમવત્સલ દાસજી સ્વામી દ્વારા તૈયાર કરવામાં આવેલ સદગુરુ સંસ્મરણ નામની ડોક્યુમેન્ટરી પ્રકાશિત કરવામાં આવી હતી.

જે ડોક્યુમેન્ટરી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવી છે.

જેના માધ્યમથી દેશ અને વિદેશના અનેક ભક્તો તેનો લાભ લઇ રહ્યા છે.

આ ડોક્યુમેન્ટરી ના પ્રકાશન પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલ દાસજીએ જણાવ્યું હતું કે, સદગુરુ શ્રી ઈશ્વર ચરણ દાસજી સ્વામીએ વચનામૃત ઉપર રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા- શ્રી અબજીબાપા બાપાશ્રી ની વાતો નો સંગ્રહ અને સત્સંગ મહા સભાની સ્થાપના- આ ત્રણ મહા કાર્યો કરીને સંપ્રદાયની વિશિષ્ટ સેવા કરી છે.

TejGujarati