એક એવા પુસ્તક વિમોચન પ્રસંગમાં જ્યાં બસ પરોપકાર સિવાય કઈ જ નહોતું. – સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

સમયનો અભાવ, નાની દિકરી અને અમુક પરિસ્થિતિના કારણે સાહિત્યજગતના ઘણા ખરા ઉત્સવોમાં હાજરી નથી આપી શકાતી. પરંતુ આજનો દિવસ અનેરો હતો. બધું જ કુદરતે ગોઠવેલુ હોય તેમ પહોંચી જવાયું મનગમતા સ્થળે જ્યાં મારા શબ્દો, સાહિત્ય અને મારી એક આગવી ઓળખ હોય. એક એવા પુસ્તક વિમોચન પ્રસંગમાં જ્યાં બસ પરોપકાર સિવાય કઈ જ નહોતું,એ જ તો મને જિંદગીમાં વધુ ગમે છે.એક કુમળી વયનો સૌરાષ્ટ્રનો દીકરો જેણે શિક્ષણ માટે અમદાવાદમાં કદમ મુકેલો જ્યાં તેને કોઈ નહોતું ઓળખતું પણ આજે તેના શબ્દો અને સેવાએ તેને એક આગવી ઓળખ આપી છે. Alpesh Karena એ ફક્ત સાહિત્યના માણસ નહિ પણ સેવાના માણસ છે કહું તો ખોટું નહિ. તેમના પુસ્તકમાં તેમણે ગુજરાત રાજ્યના અલગ જિલ્લાઓમાં નિસ્વાર્થ સેવા આપતા 16 વ્યક્તિઓનું આલેખન કર્યું છે.તે દરેક વ્યક્તિઓને આજે મળી મન ભાવવિભોર થઇ ગયું.અલ્પેશભાઈ પોતે સેવાભાવી માણસ છે. તેઓ અંધ અને નિરાધાર લોકોના બેલી છે.. તેથી જ તેમણે પોતાના પુસ્તકનું વિમોચન અંધજન મંડળ પ્રાર્થના હોલ ખાતે કર્યું. આજે અંધ દિકરીઓને મળવાનો તેમની છૂપી કલા જાણવાનો અવસર મળ્યો.વિશેષમાં જે શાળામાં મે ત્રણ વર્ષ શિક્ષણ કાર્ય કર્યું તેવા અને ગુજરાતની નામાંકિત શાળાઓમાં તેમની શાળાઓ આવે તેવા લાગણીશીલ, પરોપકારી અને હંમેશા બાળકો અને શિક્ષકોની પ્રગતિમાં અગ્રીમ એવા દેવસ્ય ઇન્ટરનેશનલ શાળાના ટ્રસ્ટી સાહેબશ્રી Gogan Sagar સાહેબને મળ્યાનો રાજીપો થયો, ગુજરાત ના સાહિત્યને નવી દિશા અને ધબકાર આપનાર બે કવિઓ રાજેન્દ્રભાઈ વ્યાસ “મિસ્કીન” અને Bhavin Gopani સાહેબને સાંભળવાનો અને મળ્યાનો પારાવાર આનંદ આજે શબ્દોમાં વર્ણવો મુશ્કેલ છે..આ પુસ્તક ખરેખર પ્રેરણા લેવા જેવું છે.જો કોઈને ખરીદવાની ઈચ્છા હોય તો મને જણાવશો.. જો કોઈ વ્યક્તિ ખરીદી શકે તેમ ના હોય અને તેને મેળવવું હોય કે વાંચનમાં રસ હોય તો મારા તરફથી સપ્રેમ ભેટ..અંતમાં એટલું કહીશ… કે બસ લખવું, વાંચવું અને વ્યક્ત થતાં રહેવું..

કેટલાય સમયથી શબ્દો હતા પાનખરે,

આજે ખબર નહિ શબ્દોને નવી જ કૂંપળ ફૂટી..

સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “

TejGujarati