મધુરી ચા મળે તો લાગે મળ્યું કોઈ વરદાન છે. ચા જેવું અદભુત પીણું સદા જાજરમાન છે. – પૂજન મજમુદાર.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ચા થી પડે રાત ને મારી સવાર પણ પડે છે

ચા નસેનસમાં તો લોહી સાથે જ વહે છે

ચા વિનાનું જીવન ક્યાં કલ્પી શકાય છે

ચાના આધારે થોડું ઘણું મલકી શકાય છે

દુનિયા આખીમાં ચાના જેવો બાગ નથી

ચા પ્રગટાવે એવી અન્ય કોઈ આગ નથી

ચા જોઈએ છે સૂતાં પહેલાં ને જાગ્યા પછી

મજા નથી જો ચા પામું માત્ર માંગ્યા પછી

ધન્ય છે સદાય ચા ઉત્તમ રીતે બનાવનારને

પુણ્ય કેટલું મળતું હશે ચા સૌને પીરસનારને

કેટલી અલગ સોડમ છે અલગ અલગ ચાની

અડધી આખી મીઠી કડક એ કિટલીની બાની

પાક્કો રંગ ચાનો બધાય રંગમાં ચોખ્ખો છે

ચાના તલબીઓનો અહીં સમુદાય નોખો છે

મધુરી ચા મળે તો લાગે મળ્યું કોઈ વરદાન છે

ચા જેવું અદભુત પીણું સદા જાજરમાન છે

પૂજન મજમુદાર

TejGujarati