લાગી એમની લગન અને થઈ ગયા લગ્ન, ભરી આલિંગને વાતુ કરે ને થઈ જાંઊ મગ્ન, એકત્રીસ ગુલાબના ફુલો હસે છે ફુલદાનીમાં,વાત વર્ષોના એહસાસની તે ઉષ્મા હતી યાદોમાં.

ઓટોમોબાઇલ ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

લાગી એમની લગન અને થઈ ગયા લગ્ન, ભરી આલિંગને વાતુ કરે ને થઈ જાંઊ મગ્ન,
એકત્રીસ ગુલાબના ફુલો હસે છે ફુલદાનીમાં,વાત વર્ષોના એહસાસની તે ઉષ્મા હતી યાદોમાં,

આજે અમારા સુખદ લગ્નજીવન ને 32 મુ વર્ષ શરૂ થયું..એન્જોય.

લાખો લાખો ભવનાં પુણ્ય પ્રતાપે તમારાં જેવી આદર્શ પત્ની મળે…તેથી વધુમાં…..

આજના અલ્બમમાં ગઈકાલની યાદો….!! અને 31 વર્ષ નું નજરાણું એટલે લગ્નતિથિ.

નજર મેળે મળે ને હાથેથી મોટા ફુલ ચુંટે, ફરૂં પડખું તોય મારૂં સ્વપ્નું ન તુટે,
પેટ ભરી ને કરીશું વાતું તોય વાતુ ન ખુટે, ભુલામણી છે આંખો મુજને બસ નજરથી લુંટે…..

કહેવાય છે કે પડછાયો સાથ નથી છોડતો પણ ઘન ઘોર અઁધારામા તો પડછાયો પણ સાથ છોડી દે છે, પણ આજ કહેવતઃ સબ્દ્સહ સાચી પૂરવાર થઈ મારા લગ્ન જીવન મા. આજે કીન્ની હારે લગ્ન ના 31 વર્ષ પૂરા કરી અને 32 મા વર્ષમા મંગળ પ્રવેશ કર્યો,ત્યારે એમ કહેવાય છે કે દરેક સફળ પુરુષ નિ વાહે એક સ્ત્રી હોઇ છે,જ્યારે મારા લગ્ન પછી એમના ભાગે તો ફક્ત ને ફક્ત કેન્દ્ર બિંદુ ને બાદ કરતા આખું વર્તુળ જ આફતો સમાન હતુ, પણ તે સામે એકલા મૌન જજુમ્તા દીકરી દીકરાની હારોહાર મારી પણ દેખરેખની સમ્પૂર્ણ જવાબદારી નત મસ્તકે નિભાવી ને ક્યારેય કોઇ ફરિયાદ વગર આજ સુધી અમને દુનિયાની સામે સદાય ખુશ રહેવામા તત્પર રહ્યા .
માટે આજ ના દિવસે મારે તેમના આભાર માટે જે કાંઇ કહેવાય તે ઓછુ જ હોઇ . માટે મૌન મા જ બધુ છુપાયેલું છે . કીન્ની. બસ . સંવાદો કે સબદો નથી પણ મને ક્યારે ય દુખ સુ હોઇ તેનો અહેસાસ પણ ન થવા દેવા માટે આભાર . ભવૉભવ ના સાથ માટે 🙏🏽આ સાંજ
જો ખૂટે નહીં તો
એવું ધારી, વિચારીને
હું સૂરજોની
તૂટતી ક્ષિતિજો
પર
તારી રાહ લખું છું
અને
મારી ચાહ લખું છું
કેડી….

TejGujarati