પાન મસાલા અને ગુટખા ની એડવેટાઈજ કરવી ફિલ્મ કલાકારોને મુસીબતમાં મૂકી દીધા છે. બિહારની મુઝફ્ફરપુર સિવિલ કોર્ટમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અજય દેવગન અને રણવીર સિંહ સામે FIR નોંધવામાં આવી છે. તેમની સામે પાન મસાલાનો (ગુટખા) પ્રચાર કરવા માટે કેસ નોંધવામાં આવ્યો છે. સામાજિક કાર્યકર્તા તમન્ના હાશ્મીએ આ કેસ દાખલ કર્યો છે. તેમણે કહ્યું કે, આ કલાકારોને દેશના કરોડો લોકો ફોલો કરે છે. તેમના આવા પ્રચારની સમાજ પર ખરાબ અસર પડશે. આ મામલે 27 મેના રોજ સુનાવણી થશે.