અમદાવાદ શહેર પોલીસના શહિદોની અમરગાથા ભાગ-૮

વિશેષ સમાચાર

 

 

“મા ભોમ ને કાજે લડતા રહેવુ અને સુરક્ષા કાજે મરતા રહેવુ:” એ ખાખી ધારણ કરનાર પોલીસ કર્મચારીનુ ધ્યેય છે.દેશની શાંતી કાજે અને પ્રજાની રક્ષા કાજે પોલીસ જવાનો પોતાના જીવનનુ પણ બલીદાન આપી દે છે.આવા હેતુથી જ રાત દિવસ પ્રજાની સેવામા વ્યતીત કરીને મદદનીશ સબ ઇન્સ્પેક્ટરશ્રી ગોવિંદભાઇ બાબુભાઇ દાતણીયા એ પોતાની ફરજ દરમ્યાન પોતાની તેમજ પરીવારની ચીંતા કર્યા વગર પ્રજાની સેવા કરી પોતાના જીવનનુ બલીદાન આપેલ છે.
પોલીસ ખાતામા મ.સ.ઇ શ્રી ગોવિંદભાઇ બાબુભાઇ નામથી ઓળખાતા પરંતુ આખુ નામ ગોવિંદભાઇ બાબુભાઇ દાતણીયા હતુ.મ.સ.ઇ શ્રી ગોવિંદભાઇ નાઓનો જન્મ તા-૧૬/૦૨/૧૯૬૪ ના રોજ શાહપુર,અમદાવાદ ખાતે થયેલ હતો.પિતા બાબુભાઇ બબલદાસ દાતણીયા છુટક મજુરીકામ કરતા હોય શ્રી ગોવિંદભાઇ ભણવાની સાથે સાથે અલગ અલગ જગ્યાએ છુટક મજુરી કરીને પિતાને મદદરૂપ થતા પહેલેથી જ અથાગ મહેનત કરવાની ભાવના હોય હંમેશા મહેનત કરીને પરીવારને તથા સમાજને મદદરૂપ થતા પરંતુ ગરીબ પરીવારમાથી આવતા હોય ધોરણ-૧૦ સુધી પ્રીમીયર હાઇસ્કુલ,ઘી કાંટા ખાતે અભ્યાસ કરી શ્રી ગોવિંદભાઇએ અભ્યાસ છોડી પિતાજીને દરેક કામમા મદદરૂપ થઇ પરીવારને આગળ લાવવામા મદદરૂપ થયેલ અને ટ્રકમાથી ન્યુઝપેપર ઉતારવા જવા તથા ચા ની કીટલી પર નોકરી કરવી આવા નાના મોટા કામ પણ કરી પરીવારનુ ગુજરાન ચલાવતા
શ્રી ગોવિંદભાઇ નાઓને ત્રણ ભાઇ અને બે બહેન છે. જેમા શ્રી ગોવિંદભાઇ પહેલેથી દયાળુ અને સેવાભાવી સ્વાભાવના હોય સમાજમા તેમજ તમામ જગ્યાએ મદદરૂપ થતા અને નાની મોટી મજુરી કરીને પોતાનુ તેમજ પરીવારનુ ગુજરાન ચલાવતા પરંતુ મનમા પહેલેથી પોલીસખાતામા ભરતી થઇ દેશસેવા કરવાની ઇચ્છા ધરાવતા.માટે પોલીસ ખાતાની ભરતી માટે પણ હંમેશા પ્રયત્નશીલ રહેતા પિતા બાબુભાઇ તથા માતા કાન્તાબેન નાઓ પણ નોકરીના દરેક પ્રયત્નોમા હંમેશા તેમને સાથ સહકાર આપતા
ઘણી મહેનત બાદ શ્રી ગોવિંદભાઇ તા-૧૧/૦૬/૧૯૮૫ ના રોજ પોલીસ કોન્સ્ટેબલ તરીકે અમદાવાદ શહેર પોલીસમા ભરતી થાય છે. સને ૧૯૮૮ મા મ.સ.ઇ શ્રી ગોવિંદભાઇ નાઓએ પત્ની રાજેશ્રીબેન સાથે લગ્ન કરી ઘરસંસાર વસાવેલ પરંતુ લગ્ન બાદ પણ તેમણે પરીવારને સહાયરૂપ થવામા તથા સમાજસેવાના કામ ચાલુ રાખેલ શ્રી ગોવિંદભાઇ નાઓને ત્રણ પુત્ર વિશાલભાઇ,અભીષેકભાઇ તથા અલ્પેશભાઇ છે તથા એક પુત્રી અશ્વીનીબેન છે.પરીવારની જરૂરીયાત હંમેશા પુરી કરેલ પરંતુ દેશસેવાને હંમેશા વધુ મહત્વ આપેલ.એ પછી કોમી રમખાણ હોય કે તહેવાર હોય પોતાની ફરજ તેઓએ હંમેશા કર્તવ્યનિષ્ઠાથી બજાવેલ છે.
પોલીસ કોન્સ્ટેબલ તરીકે સતત સેવા આપ્યા બાદ શ્રી ગોવિંદભાઇ નાઓએ ઉત્તરોત્તર ખાતામા પ્રમોશન મેળવેલ જેમા કોન્સટેબલ બાદ હેડ કોન્સ્ટેબલ અને ત્યારબાદ મદદનીશ સબ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન મેળવી અમદાવાદ શહેરમા શાહીબાગ હેડક્વાટર ખાતે અલગ અલગ જગ્યાએ ખંતપુર્વક ફરજ બજાવેલ શ્રી ગોવિંદભાઇ હેડક્વાટર ખાતે સીનીયર પોલીસ કર્મચારી હોય તેમને હેડક્વાટરમા જનરલ નોકરી આપવામા આવતી જેમા ઉપરી અધીકારીની સુચના મુજબ અલગ અલગ જગ્યાએ ફરજ બજાવતા અને કોરોના રોગની પ્રથમ લહેર માં જ શ્રી ગોવિંદભાઇની નોકરી જે જે જગ્યાએ હોય ત્યા લોકોની ભીડ વધુ જમા થતી હોય એવા વિસ્તારમા લોકો અવર જવર કરતા હોય એવી જગ્યાએ લોકોને સોશીયલ ડિસ્ટન્સ નુ પાલન કરે તે માટે સમજ કરી સોશીયલ ડિસ્ટન્સ જાળવવાની કામગીરી કરેલ તેમજ લોકડાઉન / કર્ફયુ નો પણ અમલ કરાવવામા આવેલ. તેમજ શાહીબાગ વિસ્તારમાં આવેલ ક્વોરાન્ટાઇન વિસ્તારમા જ્યારે જ્યારે ફરજ બજાવતા ત્યારે મેડીકલ ટીમોની મદદમાં રહી કોરોના પીડીતોને દવાખાને સારવાર માટે રવાના કરેલ હતા. પોતે મધ્યમવર્ગના પરીવારમાથી આવતા હોય હોસ્પીટલમા દાખલ રહેલ કોરોના પીડીતોને જમવાની તેમજ અન્ય જરૂરી સહાય પુરી પાડી પોલીસ હોવાની સાથે સાથે માનવતાનુ પણ ઉદાહરણ પુરૂ પાડેલ પોતે એક સીનીયર પોલીસ કર્મચારી હોય ઉપરી અધીકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ મ.સ.ઇ શ્રી ગોવિંદભાઇ નાઓએ આગેવાની લઇ દરેક જગ્યાએ સમાધાનકારી વલણ અપનવી હંમેશા પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળ સાધ્યો છે. તેમજ શાહીબાગ વિસ્તારમા દરેક કોરોના અંગે જાગ્રુતી ફેલાવવાની કામગીરીમાં પોલીસ સાથે જાતે હાજર રહીને પોલીસનુ મનોબળ વઘારી સુઝબુઝ દર્શાવીને કામગીરી પુર્ણ કરેલ હતી. જેના ફળસ્વરુપે આ મહામારીનુ સંક્રમણ મહદ અંશે લોકોમાં ફેલાતુ અટકાવી શકેલ.અને તેઓ પોતાની ઉમર તથા સ્વાસ્થની પણ પરવા કર્યા વગર પોતાની ફરજ નિષ્ઠાથી બજાવી રહેલ હતાં તે દરમ્યાન તબીયત નાંદુરસ્ત લાગતાં પોતે કોરોના પોઝીટીવ આવતા તા.૧૩.૦૫.૨૦૨૦ ના રોજ અમદાવાદ સીવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવેલ જ્યા સારવાર દરમ્યાન તા.૧૯.૦૫.૨૦૨૦ ના રોજ તેઓ મરણ ગયેલ અને દેશસેવા કાજે કોરોના રોગ સામે લડતા લડતા પોતાના પ્રાણની આહુતી આપેલ.

TejGujarati