ગીત :
સુંગધવાળું સરનામું તું જલ્દી જલ્દી આપ ,
રાહ જોઇને બેઠી છે મારા પગલાની છાપ.
અવર જવર પંખીની જોઈ મનેય એવું થાય,
પાંખો હો તો તારી પાસે જલ્દીથી પહોચાય .
જપ્યા કરે છે હાથ સતત પાંખો થાવાનો જાપ,
સુંગધવાળું સરનામું તું જલ્દી જલ્દી આપ .
જીવન મૃત્યુના ચક્રોથી મારે ક્યાં છૂટવું છે?
દરેક જન્મે નામ તમારું મારામાં ઘુટવું છે ;
પછી ભલેને દરેક વખતે મળતો અઢળક તાપ,
સુંગધવાળું સરનામું તું જલ્દી જલ્દી આપ .
– મનીષ પાઠક ‘શ્વેત’
સંકલન. કેડીભટ્ટ
TejGujarati
103 - 103Shares
- 103Shares