સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટનું અંબાજી ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટના આજે અંબાજી ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ સોમાભાઈ દામોદરદાસ મોદી અને રાજ્યના કેબિનેટ મંત્રી તથા સમાજના કાર્યકારી પ્રમુખ પૂર્ણેશ મોદીના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઇ ગઇ.

આ બેઠકમાં સમગ્ર ગુજરાતના સમાજબંધુઓ અને ભગીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજના સર્વાંગી વિકાસ માટેના મુદ્દાઓ જેવાકે શિક્ષણ,સમૂહલગ્ન,સંગઠન,કારકિર્દી અંગેની ચર્ચા કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ગુજરાત મોઢ મોદી સમાજના જુદા જુદા હોદ્દેદારો અને કમિટી સેલ ના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી.અને તેમને શ્રી સોમાભાઈ અને શ્રી પૂર્ણેશ મોદીના હસ્તે નિમણુક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેમાં સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજની મહિલા પાંખના પ્રમુખ તરીકે સુશ્રી હિના મોદીને ત્રણ વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે .

TejGujarati