અમદાવાદ શહેર પોલીસના શહિદોની અમરગાથા ભાગ-૨

સમાચાર

દેશવાસીઓના જીવ બચાવવાનુ કર્તવ્ય એ ખાખીની ઉમદા ફરજ છે.પરંતુ અતિવ્રુષ્ટી,અનાવ્રુષ્ટી,કોમી રમખાણો કે પછી કોઇ હોનારત હોય આ બધી આફતોમા પોલીસ પોતાના પરીવાર્ને ભુલીને ખડેપગે રહે છે.પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એસ.ડામોર નાઓએ આવીજ ઉમદા કામગીરી કરીને પોતાનુ જીવન દેશસેવામા વ્યતીત કર્યુ છે.

   પોલીસ ખાતામા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એસ.ડામોર નામથી ઓળખાતા પરંતુ આખુ નામ અધેડાભાઇ સાંજાભાઇ ડામોર હતુ.પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એસ.ડામોર નાઓનો જન્મ તા-૦૧/૦૬/૧૯૬૩ ના રોજ તેમના વતન ગામ-રાવતાવાડા તા-ભીલોડા જી-અરવલ્લી ખાતે થયેલ હતો. પિતા સાંજાભાઇ સીંગાભાઇ ડામોર ખેતીકામ કરતા હોય શ્રી એ.એસ.ડામોર નાનપણથી જ ખેતીકામ અને મજુરીકામ કરતા હતા.તેમને ત્રણ ભાઇ અને પાંચ બહેન છે.તેમની માતાનુ નામ ગૌરીબેન હતુ.પરીવારમા પિતા એક જ કમાવાવાળા હોય શ્રી એ.એસ.ડામોર ભણવાની સાથે સાથે ખેતરમા મજુરીકામ પણ કરતા એ કપરાઅ સમયમા પણ તેમણે ગામની સ્કુલમા અભ્યાસ કરી ભીલોડા ખાતે બી.એ સુધીની સ્નાતકની ડીગ્રી મેળવેલ.પહેલેથી જ સેવાભાવી સ્વભાવ હોય પોલીસખાતામા નોકરી લાગ્યા એ પહેલા શામળાજી ખાતે આશ્રમમા વોર્ડન તરીકેની નોકરી કરી સેવા આપતા હતા.અને પહેલેથી જ ખાખીમા ભરતી થઇ દેશસેવા કરવાની ઇચ્છા ધરાવતા તેથી સાથે સાથે પોલીસ ખાતાની ભરતી માટે પણ હંમેશા પ્રયત્નશીલ રહેતા.સને ૧૯૮૯મા તેમના પત્ની અંજુબેન સાથે લગ્ન થયેલ તેમને સંતાનમા બે પુત્ર મયંકભાઇ તથા કેતનભાઇ છે.

   તા-૦૬/૧૨/૧૯૯૦ ના રોજ શ્રી એ.એસ.ડામોર પોલીસખાતામા કોન્સ્ટેબલ તરીકે ભરતી થયેલ અને સને ૨૦૦૭ મા પોલીસખાતાની ખાતાકીય પરીક્ષામા ઉત્તીર્ણ થઇ પો.સબ.ઇન્સ તરીકે બઢતી પામેલ અને બાદમા પ્રમોશન મેળવી તા-૧૯/૦૮/૨૦૧૫ ના રોજથી પોલીસ ઇન્સ્પેક્ટરનો હોદ્દો પ્રાપ્ત કરેલ.પોતે કો ન્સ્ટેબલ હતા ત્યારથી ખંતપુર્વક ફરજ બજાવેલ અને પરીવારની જરૂરીયાત હંમેશા પુરી કરેલ પરંતુ દેશસેવાને હંમેશા વધુ મહત્વ આપેલ.એ પછી કોમી રમખાણ હોય કે તહેવાર હોય પોતાની ફરજ તેઓએ હંમેશા કર્તવ્યનિષ્ઠાથી બજાવેલ છે.

   પોલીસ અધીકારી તરીકે ગુજરાતમા અલગ અલગ જગ્યાએ ખંતપુર્વક ફરજ બજાવી શ્રી એ.એસ.ડામોર તા-૦૪/૧૧/૨૦૧૯ થી એસ.જી-૦૧ ટ્રાફીક પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. અમદાવાદ શહેરના “એસ.જી.-૦૧” ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એ.એસ.ડામોર નાઓએ કોરોના મહામારીના સમય દરમ્યાન રાજ્ય બહારના શ્રમજીવીઓને સ્થાનિક ટ્રાન્સપોર્ટ વાળાના સંકલનમાં રહી તેઓને પોત-પોતાના વતન ખાતે મુકવા સારૂ વ્યવસ્થા કરી ઉમદા કામગીરી કરેલ હતી. તેમજ આ સમય દરમ્યાન લોકોને ફુડ પેકેટ અને માસ્ક વિતરણ જેવી કામગીરી પણ કરવામાં આવેલ હતી એસ.જી.-૦૧ ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીવીઆઈપી મુવમેન્ટ વધુમાં વધુ રહેતી હોય જે તે સમયે તેમના દ્વારા યોગ્ય બંદોબસ્ત જાળવામાં આવેલ તેમજ ઓર્ગન લઈ જતાં વાહનો માટે ‘ગ્રીન કોરીડોરની’ પણ વ્યવસ્થા ઉભી કરવામા આવેલ હતી. તેમજ સિવિલ હોસ્પીટલ સોલા ખાતે સારવાર અર્થે આવતા કોવિડ પોઝીટીવ દર્દીઓને પણ કોઈ અગવડ ન ઉભી થાય તેનુ પણ તેમના દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવેલ હતું. તેમના દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમા સતત પેટ્રોલીંગ કરી પોઈન્ટના માણસોને સતત કોરોના ગાઇડલાઇનની સમજ કરવામા આવતી હતી.તથા ટ્રાફિક નિયમનનુ પણ સુવ્યવસ્થીત કામ કરવામા આવતુ હતુ આ સમય દરમ્યાન તેઓને તાવ આવતો હોઈ સિવિલ હોસ્પીટલ સોલા ખાતે રિપોર્ટ કરાવેલ જે પોઝીટીવ આવતાં બાદમાં તેઓ તા.૨૮/૦૯/૨૦૨૦ થી હોમ કોરન્ટાઈન રહેલ અને તા.૦૩/૧૦/૨૦૨૦ ના રોજ સારવાર અર્થે સિવિલ હોસ્પીટલ ગાંધીનગર ખાતે દાખલ કરેલ અને સારવાર લીધેલ જ્યા તેઓને સારુ ન લાગતાં તા.૦૫/૧૦/૨૦૨૦ના રોજ આસ્થા હોસ્પીટલ ગાંધીનગર ખાતે આઈ.સી.યુ.માં દાખલ કરેલ જેઓની સારવાર દરમ્યાન તા.૨૮/૧૦/૨૦૨૦ ના રોજ અવસાન પામેલ આ રીતે દેશની સુરક્ષા અને શાંતી માટે પોતાના જીવનનુ બલીદાન આપેલ.

TejGujarati