અમદાવાદમાં આરોગ્ય રક્ષા મેલાનું આયોજન

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ

અમદાવાદમાં આરોગ્ય રક્ષા મેલાનું આયોજન

નારાયણા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા પોતાની 10મી એનિવર્સરી ના ભાગરૂપે આરોગ્ય રક્ષા મેલા નું આયોજન કરવામાં આવ્યું*

નારાયણા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ અમદાવાદ ના રખિયાલ વિસ્તાર માં છેલ્લા 10 વર્ષો થી સેવા પુરી પાડે છે જેમાં ગુજરાત ની સાથે સાથે રાજસ્થાન અને આસપાસ ના અનેક રાજ્યો ના લોકો એ હોસ્પિટલ ની સેવાઓ નો લાભ લીધો છે. હોસ્પિટલ ખાતે બાળરોગ અને પુખ્ત કાર્ડિયાક, ન્યુરોલોજી, ઓર્થોપેડિક્સ, નેફ્રોલોજી અને યુરોલોજી, જનરલ મેડિસિન, પેડિયાટ્રિક્સ , ઓન્કોલોજી, ગેસ્ટ્રોલોજી, ક્રિટિકલ કેર, કિડની ટ્રાન્સપ્લાન્ટ, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, પલ્મોનોલોજી સેવાઓ પ્રદાન કરે છે અને ગુજરાતમાં કવોલીટી આરોગ્ય સંભાળની અગ્રણી છે.

*આરોગ્ય રક્ષા મેલા વિષે વાત કરતા નારાયણા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ અમદાવાદ ના ફેસિલિટી ડિરેક્ટર હેમંત ભટનાગરએ જણાવ્યું કે નારાયણા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ અમદાવાદ,  ગુજરાત અને અન્ય ઘણા આંતરરાષ્ટ્રીય સ્થળોના દર્દીઓ માટે એક સ્થાપિત અને વિશ્વસનીય આરોગ્યસંભાળ સેવાઓ પુરી પાડે છે.  આજે અમારા હોસ્પિટલ ની 10મી એનિવર્સરી ના ભાગરૂપે અમે આરોગ્ય રક્ષા મેલા નું 2 દિવસ માટે આયોજન કર્યું છે જેનું ઉદ્દેશ્ય લોકો ને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે કેમકે સ્વાસ્થ્ય રહેવું એ જીવન નું સૌથી મોટું સુખ છે.”

બે દિવસીય આરોગ્ય રક્ષા મેલા માં સમગ્ર ગુજરાત ના લોકો માટે ઓપીડી કાઉન્સેલિંગ પર 50% ની છૂટ, ઓપીડી ટેસ્ટ માં 30% છૂટ,નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ નિઃશુલ્ક આંખ ની તપાસ,નિઃશુલ્ક કોવિડ બુસ્ટર ડોઝ જેવી સેવાઓ બે દિવસ માટે આપવામાં આવશે (નિયમો અને શરતો લાગુ) વધારે માહિતી અને રજીસ્ટ્રેશન માટે 8980008141 પર કોલ કરી શકાય છે.

TejGujarati