આચાર્યયોગેશ પટેલ અને જિઓર પાટીના ઉપશિક્ષીકા પ્રવિણાબેન પાટણવાડિયાની ચિત્રકૂટપારિતોષિક એવોર્ડ એનાયત કરાયો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કેવડિયાના આચાર્યયોગેશ પટેલ અને જિઓર પાટીના ઉપશિક્ષીકા પ્રવિણાબેન પાટણવાડિયાની ચિત્રકૂટ
પારિતોષિક એવોર્ડ એનાયત કરાયો

મોરારીબાપુના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું

સજપીપળા, તા 12

નર્મદા જિલ્લામાં આવેલ
યોગેશભાઈ ઈશ્વરભાઈ પટેલ
મુખ્ય શિક્ષક, વીર સુખદેવ પ્રા. શાળા-કેવડીયા કોલોની, તા.ગરૂડેશ્વર, જિ.નર્મદા
ને ચિત્રકૂટ પારિતોષિક
વિજેતા એવોર્ડ 2020 માટે પસંદગી
કરવામાં આવી હતી.
જયારે 2021ના વર્ષ માટે સુશ્રી પ્રવિણાબેન સાકરલાલ પાટણવાડિયા,ઉપશિક્ષક, જીઓર-પાટી પ્રાથમિક શાળા, તા.નાંદોદ, જિ. નર્મદાની પસંદગી કરવામાં આવતા તેમને પૂ.મોરારીબાપુ ના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો.

આ બન્ને સારસ્વતો ને એવોર્ડની જાહેરાત થતાં સમગ્ર નર્મદાજિલ્લાના
શિક્ષકોમાં આનંદની લાગણી
જોવા મળી છે. એવોર્ડ માટેપસંદ થયેલ યોગેશભાઈ પટેલઅને પ્રવિણાબેન પાટણવાડિયા,ને તાલુકાના તમામ શિક્ષકોએ
અભિનંદન પાઠવી શુભેચ્છા વ્યક્ત કરી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિ વર્ષ સંત શિરોમણીપૂજ્ય મોરારિબાપુના હસ્તે ચિત્રકૂટપારિતોષિક વિજેતા એવોર્ડ દ્વારા વિવિધ જિલ્લામાંથી શ્રેષ્ઠ
કામગીરી કરનાર શિક્ષકને એવોર્ડઆપી સન્માનિત કરવામાં આવે
છે, જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ચિત્રકૂટપારિતોષિક એવોર્ડ ની યાદી જાહેર કરવામાં આવે છે.
ત્યારે આગામી 11મે 2022 ના રોજસંત શિરોમણી મોરારીબાપુ દ્વારા
આયોજીત તલગાજરડા ભાવનગરખાતે ચિત્રકૂટ પારિતોષિકએવોર્ડ થી સન્માનિત કરવામાં
આવ્યા હતા.આ પારિતોષિકમાં શાલ તેમજ શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ, તલગાજરડા દ્વારા રૂા. ૨૫,૦૦૦/- (પચીસ હજાર)નો ચેક અર્પણ કરીને પ્રાતઃસ્મરણીય પૂજ્ય મોરારીબાપુના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યો હતો

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati