વિશ્વ થેલેસેમીયા” દિવસને ધ્યાનમાં રાખીને “દિવ્ય સંસ્કૃતિ મહોત્સવ”નું ઉત્સાહભેર કરાયું આયોજન

વિશેષ સમાચાર

 

દિવ્યાંગોને પ્રોત્સાહન આપવાનું કાર્ય પહેલાથી જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. આ પરંપરા ગુજરાતમાં પણ અન્ય રાજ્યોની જેમ જ ચાલી રહી છે. ખાસ કરીને સરકાર ઉપરાંત સામાજિક સંસ્થાઓ પણ આ નેમને સાર્થક કરી રહી છે ત્યારે હંમેશા દિવ્યાંગોની પડખે ઉભા રહેતા એવા “શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ”, “શશીકુંજ એકેડેમી દ્વારા દિવ્ય સંસ્કૃતિ મહોત્સવ યોજાયો હતો. રાધિકા પાર્ટી પ્લોટ એસજી હાઈવે અમદાવાદ ખાતેના આ કાર્યક્રમમાં દિવ્યાંગ ભાઈઓ અને બહેનો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

 

આજના આ દિવસે દિવ્યાંગોમાં જોમ ભરવા અને પ્રોત્સાહન આપવા માટે મહાનુભાવોની વિશેષરુપે ઉપસ્થિતિએ કાર્યક્રમમાં ચારચાંદ લગાવી દીધા હતા. મુખ્ય મહેમાન શ્રી તરીકે ડૉ.નીમાબેન આચાર્ય માનનીય અધ્યક્ષ, ગુજરાત વિધાનસભા અતિથી વિશેષશ્રીઓમાં શ્રી અશોક દવે પ્રસિદ્ધ હાસ્ય લેખક દિવ્ય ભાસ્કર તથા સુ શ્રી અનાર પટેલ ફાઉન્ડર, ડીરેક્ટર ક્રાફ્ટરુટ્સ તથા શ્રી ચિરંજીવ પટેલ એમ.ડી. અને વાઈસ ચેરમેન પી.સી. સ્નેહલ ગ્રુપ તથા શ્રી અજય ઉમટ ચીફ એડીટર નગગુજરાત સમય તથા સુ. શ્રી ડૉ. કાનન દેસાઈ ડીસીપી ગુજરાત પોલીસ તથા શ્રી પરાગ દેસાઈ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વાઘ બકરી ટી ગ્રુપ સહીતના મહાનુભવોએ હાજર રહી દિવ્યાંગોને મનોબળ પૂરુ પાડ્યું હતું.

 

 

 

TejGujarati