પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી.ચાવડાએ “પોલીસ પ્રજાનો મિત્ર છે.”તે સુત્રને આ કોરોના જેવી મહામારીમા પણ ૨૪ કલાક ફરજ નિભાવીને યથાર્થ સાબીત કરી બતાવ્યુ છે.

સમાચાર

 

આમ તો પોલીસ ખાતામા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે.બી.ચાવડા નામથી ઓળખાતા પરંતુ આખુ નામ જીતેન્દ્રસિંહ બળદેવજી ચાવડા હતુ.પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે.બી.ચાવડા નાઓનો જન્મ તા-૨૩/૧૦/૧૯૬૩ ના રોજ શાહીબાગ,અમદાવાદ ખાતે થયેલ હતો.પોતે પોલીસ પરીવારમાથી જ આવતા હોય પોલીસની ફરજો અને કર્તવ્યનિષ્ઠાને ખુબ સારી રીતે સમજતા અને જાણતા.શ્રી જે.બી.ચાવડા ના પિતાશ્રી નાઓ પણ પોલીસખાતામા ફરજ બજાવતા

મોરના ઇંડાને ચીતરવા ના પડે એમ શ્રી જે.બી.ચાવડા પહેલેથી ખાખીમા ભરતી થઇ દેશસેવા કરવાની ઇચ્છા ધરાવતા.અમદાવાદ ખાતે ધોરણ-૧૨ નો અભ્યાસ પુરો કરી એફ.વાય.બી.એ સુધી કોલેજમા અભ્યાસ કરેલ અને ભણતર સાથે સાથે પોલીસ ખાતાની ભરતી માટે પણ હંમેશા પ્રયત્નશીલ રહેતા પિતા બળદેવજી ચાવડા નાઓ ભણવામા તથા નોકરીના દરેક પ્રયત્નોમા હંમેશા સાથ સહકાર આપતા શ્રી જે.બી.ચાવડા નાઓને ચાર ભાઇ તથા એક બહેન હતા.અને પિતાજી પોલીસ ખાતામા નોકરી કરતા હોય પિતાજીને આર્થીક સહાય કરવા માટે તથા પોતાની જરૂરીયાતો પુરી કરવા માટે જ્યા નોકરી મળે ત્યા નોકરી અને છુટક મજુરી પણ કરી લેતા પરીવારને મદદરૂપ થવા ઘણોખરો સમય તેઓએ ચા ની કીટલી પર છુટક નોકરી પણ કરેલ

સને ૧૯૮૩ મા શ્રી જે.બી.ચાવડાની મહેનત રંગ લાવેલ અને તા-૦૧/૦૨/૧૯૮૩ થી પોલીસ ખાતામા ભરતી થયેલ નોકરી લાગ્યા બાદ સને ૧૯૮૬ મા લગ્ન કરી પત્ની લીલાબા સાથે ઘર સંસાર વસાવેલ શ્રી જે.બી.ચાવડા નાઓને બે પુત્ર હિરેન્દ્રસિંહ તથા દેવેન્દ્રસિંહ છે.પરીવારની જરૂરીયાત હંમેશા પુરી કરેલ પરંતુ દેશસેવાને હંમેશા વધુ મહત્વ આપેલ.એ પછી કોમી રમખાણ હોય કે તહેવાર હોય પોતાની ફરજ તેઓએ હંમેશા કર્તવ્યનિષ્ઠાથી બજાવેલ છે.

તા-૨૬/૦૭/૨૦૧૭ થી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન મેળવી ગુજરાતમા અલગ અલગ જગ્યાએ ખંતપુર્વક ફરજ બજાવી શ્રી જે.બી.ચાવડા સને ૨૦૧૯ થી દરીયાપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. કોરોના રોગની પ્રથમ લહેર માં જ દરીયાપુર પો.સ્ટે વિસ્તારની અલગ અલગ મસ્જીદોમા તબલીગી જમાતો રોકાયેલ હતી જેઓની ખાત્રી તપાસ ઓળખ કરી કરાવી કુલ-૭૯ જમાતીઓને સારવાર માટે હોસ્પીટલ મોકલવામાં આવેલ.તેમજ દરીયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ શહેરનુ હાર્દ સમુ હોલસેલ કરીયાણા માર્કેટ , ફુટ માર્કેટ આવેલ હોય અને આ જ્ગ્યાએ હજારોની સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય આ જગ્યાએ સતત હાજર રહી તેઓને સોશીયલ ડિસ્ટન્સ નુ પાલન કરે તે માટે PA સીસ્ટમ દ્રારા જાહેરાતો કરી સોશીયલ ડિસ્ટન્સ જાળવવાની કામગીરી કરેલ તેમજ લોકડાઉન / કર્ફયુ નો પણ અમલ કરાવવામા આવેલ. તેમજ દરીયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મસ્જીદ ગલી ,બલુચાવાડ , માઇ નો ઓટલો ,ટોપીવાળા ની પોળ ,માતાવાળી પોળ વિગેરે વિસ્તારો માથી તબલીકી જમાતના સભ્યોને શોધીને મેડીકલ ટીમોની મદદમાં રહી મસ્જિદોમાંથી એમ્બ્યુલેન્સ મારફતે દવાખાને સારવાર માટે રવાના કરેલ હતા. આ મુસ્લિમ વિસ્તાર હોય સંવેદનશિલતા સાથે કામગીરી પુર્ણ કરેલ હતી. જયારે AMC દ્વારા વિસ્તારમાં ૩ કલ્સ્ટર કવોરેન્ટાઈલ લાગુ પાડેલ હતુ ત્યારે પોળ અને વિસ્તારની મહીલાઓ દ્વારા ખુબ જ વિરોધ કરવામાં આવેલ અને પોલીસ સાથે ઘર્ષણની પરિસ્થીતી ઉભી થયેલ હતી તે સમયે જાતે તથા સીનીયર અધીકારીશ્રીઓ ના સીધા માર્ગદર્શન હેઠળ સ્થાનીક આગેવાનો ના સાથ સહકારથી મહિલાઓને સમઝાવી મોડીરાત સુધી જાતેથી હાજર રહી કલ્સ્ટર કવોરેન્ટાઈનની કાર્યવાહી પુર્ણ કરાવેલ હતી.અને તા-૨૦.૦૪.૨૦૨૦ ના રોજ AHMEDABAD MIRROR ન્યુઝ પેપરમાં ( IN THE FRONTLINE AGAINST COVID-19 ) OUR SALUTE TO THE SUPERCOPS ટાઇટલ સાથે શ્રી જે.બી.ચાવડા સાહેબની કામગીરી બિરદાવતો ફોટો સાથે લેખ છાપવામાં આવેલ હતો.તેમજ દરીયાપુર પો.સ્ટે. વિસ્તાર કોરોનાગ્રસ્ત હોય દરેક કામગીરીમાં પોલીસ સાથે જાતે હાજર રહીને પોલીસનુ મનોબળ વઘારી સુઝબુઝ દર્શાવીને કામગીરી પુર્ણ કરેલ હતી. જેના ફળસ્વરુપે આ મહામારીનુ સંક્રમણ મહદ અંશે લોકોમાં ફેલાતુ અટકાવી શકેલ.અને તેઓ પોતાની ઉમર તથા સ્વાસ્થની પણ પરવા કર્યા વગર પોતાની ફરજ નિષ્ઠાથી બજાવી રહેલ હતાં તે દરમ્યાન તબીયત નાંદુરસ્ત લાગતાં તા.૦૯.૦૫.૨૦૨૧ ના રોજ કોરોના રીપોટ કરવતાં કોરોના પોઝીટીવ આવેલ જેઓની સારવાર સીમ્સ હોસ્પીટલ ખાતે ચાલુ હતી અને તે પછી વધુ સારવાર માટે કોઠારી હોસ્પીટલ શાહીબાગ ખાતે દાખલ કરેલ જ્યાં તા.૨૮.૦૫.૨૦૨૧ ના રોજ મરણ ગયેલ અને દેશ ઉપરની આપત્તી ટાળતા ટાળતા પોતે પોતાના જીવનનુ બલીદાન આપેલ

TejGujarati