કોંગ્રેસના રાહુલ ગાંધી પરસાંસદ મનસુખ વસાવાના આકરા પ્રહારો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કોંગ્રેસના રાહુલ ગાંધી પર
સાંસદ મનસુખ વસાવાના આકરા પ્રહારો

આદિવાસીઓ પર રાજનીતિ કરનારાઓ
ખોટા પ્રમાણપત્રના મુદ્દે લડી બતાવો તો ખરા કહેવાય

સાંસદ મનસુખ વસાવાનો વધુ એક પત્ર સોસીયલ મીડિયામા થયો વાયરલ.

આદિવાસીઓને આ ભાજપ સરકાર અન્યાય નહિ થવા દે

રાજપીપલા, તા.11

ગુજરાતમાં આદિવાસીઓના નામે ખોટા પ્રમાણપત્રો મેળવી આદિજાતિકોટામાં નોકરી અને પ્રવેશ મેળવતા હોવાની વાત ને લઈને સાંસદમનસુખ વસાવા એ મુદ્દો ઉઠાવ્યોછે. અને કોંગ્રેસના રાહુલ ગાંધી પર
સાંસદ મનસુખ વસાવાએ આકરા પ્રહારો કરી કોંગ્રેસને પડકાર ફેંકતા જણાવ્યું છે કે
આદિવાસીઓ પર રાજનીતિ કરનારાઓખોટા પ્રમાણપત્રના મુદ્દે લડી બતાવો તો ખરા કહેવાય.

દાહોદમાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ આદિવાસી સત્યાગ્રહનો પ્રારંભ કરાવ્યો છે ત્યારેબીજી બાજુ ભાજપ દ્વારા કેવડિયાખાતે આદિજાતિ મોર્ચાની રાષ્ટ્રીય
કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું.આવા પ્રસંગે સંસદે એક વધુ પત્ર લખીને સોસીયલ મીડિયામાં વાયરલ કરી બંને પક્ષોને અપીલ કરીછે.

સાંસદે પોતાની લેખિત અપીલમાંજણાવ્યું હતું કે બંને પક્ષના નેતાઓને મારી અપીલ છે કે જોતેઓ આદિવાસીઓને ખરા અર્થમાંહક્કો મેળવવા માંગતા હોય તો
આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રોલઈને જેના કારણે ગુજરાતનાહજારો આદિવાસી યુવાનો તેમના હક્ક અને અધિકારોથી વંચિત રહી
રહ્યા છે, તેની ચોક્કસ ચર્ચા કરો. મેંસંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
ગુજરાતની અનેક સંસ્થાઓએ આઅંગે આંદોલન પણ કર્યું હતું, જેનાકારણે રાજ્ય સરકારે કાયદો બનાવ્યો
હતો, પરંતુ ખોટા સર્ટિફિકેટવાળારાજકીય નેતાઓના દબાણને કારણે
તેમને મળવા જોઈએ તેવા પૂરા હક્કોઅને અધિકારો મળી રહ્યાં નથી.
આ અંગેઆ મુદ્દે આદિજાતિ મંત્રી ગુજરાત રાજ્યના
નરેશભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રના મુદ્દાપર સરકાર ગંભીર છે ખોટા પ્રમાણપત્રો લઈ જનારાઓને રોકવામાં આવશે. આ બાબતે
અમારી અમારી વિશ્લેષણ સમિતિ આનો અભ્યાસ કરી રહી છે.અમે કડક પગલાં એટલે નથી લીધા કે ખોટા પ્રમાણપત્રો રદ કરવામાં કોઈ
સાચા વ્યક્તિ નું પ્રમાણપત્ર રદ ના થઈ જાય માટે તપાસ કરીને આ અંગેજરૂરી કાર્યવાહી કરવામાં આવશે. સાંસદ મનસુખભાઈ અમારા સિનિયર
આગેવાન છે તેમનો મુદ્દો બિલકુલ સાચો છે એ પ્રમાણે અને કામગીરી પણ
કરી રહ્યા છે. આદિવાસીઓને આ ભાજપ સરકાર અન્યાય નહિ થવા દેએવી ખાત્રી પણ આપીહતી

તસવીર : દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati